ભ્રષ્ટાચારની પોલ ખુલી:અમદાવાદમાં રખડતાં ઢોર પકડવા ગયેલી ટીમે ચેનપુર વિસ્તારમાંથી માત્ર 3 ગાયો પકડી,બાકીની ગાયો પકડ્યા વિના રવાના થઈ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુઓના માલિકો સાથે મળીને CNCD વિભાગના અધિકારીઓના ભ્રષ્ટાચારની પોલ ખુલી
  • ત્રણ દિવસ પહેલા જ રાણીપમાંથી ACBએ ઢોર પાર્ટીના કર્મચારીને લાંચ લેતા પકડ્યો હતો

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર અને કૂતરા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને સતત ટકોર કરી છે છતાં કોર્પોરેશનના CNCD વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ ભ્રષ્ટાચારમાંથી બહાર આવી કડક કામગીરી કરતાં નથી. ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા ચેનપુર બસ સ્ટેન્ડ પાસે કોર્પોરેશનના CNCD વિભાગની ટીમ ઢોર પકડવા પહોંચી હતી. ઘાસચારો વેચાતો હોવાથી 10થી વધુ ગાયો ત્યાં હાજર હતી. છતાં CNCD વિભાગ કર્મચારીઓએ માત્ર ત્રણથી ચાર ગાયો જ પકડી હતી. બાકીની પકડવાની જગ્યાએ તેઓ ત્યાંથી જતાં રહ્યાં હતાં.

ગાયો નહી પકડવા માટે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે
CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણી વખત ઢોર પકડવા જઈએ તો બાઇકવાળા આગળ જ જતાં હોય છે અને ગાયો ભગાડે છે જેથી ઢોર પકડી શકાતા નથી પરંતુ આ કિસ્સામાં અમે ફરીથી ટીમ ત્યાં મોકલીશું અને કાર્યવાહી કરીશું. ચેનપુર રોડ પર બાકીની ગાયો ઉભી રહી હતી છતાં તેને ડબ્બામાં પૂર્યા વગર જતાં રહેતા અનેક સવાલો ઉભા થાય છે. ત્રણ દિવસ પહેલા જ રાણીપ વિસ્તારમાં એસીબીએ ટ્રેપ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગના કર્મચારીને રૂ. 2300ની લાંચ લેતા પકડ્યો હતો છતાં આ વિસ્તારમાં ગાયો નહી પકડવા માટે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.

કોર્પોરેશનની ટીમે માત્ર ત્રણ ગાયો પકડી બાકીની પકડ્યા વિના ટીમ રવાના થઈ
કોર્પોરેશનની ટીમે માત્ર ત્રણ ગાયો પકડી બાકીની પકડ્યા વિના ટીમ રવાના થઈ

કર્મચારીઓ પશુના માલીકો પાસેથી હપ્તા ઉઘરાવતા હોય છે
ચેનપુર બસ સ્ટેન્ડ પાસે દરરોજ ગાયને ઘાસચારો નાખવા માટે ઉભા હોય છે અને ત્યાં 10થી વધુ ગાયો આવે છે. ઢોર પકડવાની કામગીરી કરતા કોર્પોરેશનના CNCD વિભાગના કર્મચારીઓ ત્યાં ઢોર પકડવા પોહચ્યા હતા. કામગીરી બતાવવા માટે માત્ર બેથી ત્રણ ગાયોને ઢોર ડબ્બામાં પુરી ત્યાંથી નીકળી ગયા હતા. વધારે ગાયો હોવા છતાં તેઓ પકડ્યા વિના ત્યાંથી રવાના થઈ ગયા હતા. CNCD વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી મોટાપાયે પશુમાલીકો પાસેથી હપ્તા ઉઘરાવતા હોય છે. જેના માટે તેઓ અલગ અલગ માણસો પણ રાખે છે.

ઢોર પકડવાની પાર્ટીના કર્મચારી-અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની ચર્ચાઓ
ઢોર પકડવાની પાર્ટીના કર્મચારી-અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની ચર્ચાઓ

ભાજપના સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા છે
દરેક વિસ્તારમાં ઢોર પકડવાની પાર્ટીના કર્મચારી-અધિકારીનો ખાસ માણસ પશુમાલિક સાથે દર મહિને મોટી રકમ હપ્તા પેટે ઉઘરાવે છે. CNCD વિભાગની ટીમમાં ફરજ બજાવતાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને SRPના પોલીસકર્મીઓ તમામ લોકોના સેટીંગ ગોઠવેલા હોય છે. કોર્પોરેશનના અધિકારીઓ પાસે રખડતા ઢોર મુદ્દે કડક કાર્યવાહી કરાવવામાં ભાજપના સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા છે. હાઇકોર્ટની ફટકાર બાદ પણ અધિકારીઓ-કર્મચારીઓ કામગીરી કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર કરી અને પોતાના ઘર ભરે છે.

અન્ય સમાચારો પણ છે...