ધો.12 સાયન્સનું પરિણામ:શિક્ષકે કહ્યું, બોર્ડે કોર્સ ઘટાડ્યો હોત તો પરિણામ વધુ સારૂ આવ્યું હોત, NEETની તૈયારી કરીશઃ વિદ્યાર્થી

અમદાવાદ12 દિવસ પહેલા
ડાબેથી ધોરણ 12 સાયન્સના શિક્ષક નિતેશ અશ્વાની, જમણે વિદ્યાર્થી જયેશ હેડા
  • રીક્ષા ચાલકના પુત્રએ કહ્યું મારુ પરિણામ ઓછું આવ્યું છે હવે GPSCની તૈયારી કરીશ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીનીઓ આગળ રહી છે. બીજી તરફ વિદ્યાર્થીઓને ગત વર્ષે મળેલા માસ પ્રમોશન કરતાં આ વખતના પરિણામથી વધારે ખુશી થઈ છે. જ્યારે શિક્ષકોનું એવું કહેવું છે કે, શિક્ષણ બોર્ડે કોર્સ ઘટાડ્યો હોત તો હજી આ પરિણામ સારૂ આવ્યું હોત.

બોર્ડે કોર્સ ઘટાડ્યો હોત તો પરિણામ વધુ સારુ આવ્યું હોત
અમદાવાદમાં ધોરણ 12 સાયન્સના શિક્ષક નિતેશ અશ્વાનીએ જણાવ્યું હતું કે આ વખતે મેથ્સ અને કેમેસ્ટ્રીમાં રિઝલ્ટ ઓછું આવ્યું છે.વિદ્યાર્થીઓએ કોવિડના કારણે મહેનત ઓછી કરી હતી. શિક્ષણ બોર્ડે કોર્સમાં ઘટાડો કરવાની જરૂર હતી. જો બોર્ડે કોર્સ ઘટાડ્યો હોત તો આ પરિણામ હજી વધુ સારુ આવ્યું હોત.

ડાબેથી અર્પિત પાંડે અને જમણે વિશાલ કુશવાહ
ડાબેથી અર્પિત પાંડે અને જમણે વિશાલ કુશવાહ

હવે NEETની તૈયારી કરીને MBBSમાં એડમિશન મેળવશે
અર્પિત પાંડે નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મારે 85 ટકા આવ્યા છે.ગત વર્ષે તો કોરાનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને જે પણ પરીક્ષા થઈ હતી તેમાં ઓનલાઇન જ હતું. જેથી ગત વર્ષે કોઈ જ મહેનત કરી ન હતી. પરંતુ 12 સાયન્સની આ પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી હતી. બીજી તરફ પેપર પણ સરળ પૂછાયું હતું. જેથી જે માર્ક્સ આવ્યા છે તેમાં પૂરો સંતોષ છે. મેં જે પ્રમાણે મહેનત કરી હતી તે પ્રમાણે માર્કસ મળ્યા છે. હવે આગળ નિટ ની તૈયારી કરીશ અને MBBSમાં એડમિશન લેવા માટે પ્રયત્ન કરીશ.

મહેનત કરી તે પ્રમાણે પરિણામ આવ્યું નથી
વિશાલ કુશવાહ નામના વિદ્યાર્થીનું પરિણામ ઓછું આવ્યું છે જેથી વિદ્યાર્થીએ રડમસ અવાજે કહ્યું હતું કે મેં 70-75 ટકા જેટલી મહેનત કરી હતી.મારા ધોરણ 10માં પણ 80 ટકા આવ્યા હતા.મેં મહેનત કરી તે પ્રમાણે મારુ પરિણામ આવ્યું નથી.મારે 53 ટકા જ આવ્યા છે પરંતુ હું હવે વધુ મહેનત કરીશ અને BSC માં એડમિશન લઈશ. ગમે તેવા સંજોગમાં GPSCની પરીક્ષા ક્રેક કરીશ. મારા પિતા રીક્ષા ચલાવે છે. જયેશ હેડા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મારે 87 ટકા આવ્યા છે અને ગુજકેટમાં 92 માર્ક્સ આવ્યા છે.પરિણામથી હું ખુશ છું. મેં રોજ 5થી 6 કલાક વાંચીને મહેનત કરી હતી. હવે BEમાં એડમિશન લેવું છે.