તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દહેજ માટે શિક્ષિકા પત્નીને માર મારી પહેરેલા કપડે કાઢી મુકી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાન ખરીદવા માટે પતિ સતત પૈસાની માગણી કરતો હતો

લગ્ન બાદ પતિ, સાસુ અને સસરા શિક્ષિકાનો આખો પગાર લઈ લેતા હતા. પતિને દુકાન લેવા પૈસાની જરૂર હોવાથી નિવૃત્ત સ્કૂલ પ્રિન્સિપાલ પિતા પાસેથી રૂ.20 લાખ લાવવા દબાણ કરતા હતા. પરિણીતા પૈસા લાવી ન શકતા પતિ, સાસુ-સસરાએ પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મુકી હતી.

રાયખડ પૂજાલાલની ચાલીમાં રહેતી અઝરા કુરેશી(29)ના લગ્ન ફતેવાડી અસાલીલ પાર્કમાં રહેતા ફૈઝાન નસિરુદ્દિન કુરેશી સાથે થયા હતા. લગ્ન બાદ પતિ ફૈઝાન, સસરા નસિરુદ્દિન અને સાસુ યાસ્મીના સાથે સંયુક્ત પરિવારમાં રહેતી અઝરા રાજપુર હિન્દી શાળા નં.-2માં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી.

જેથી પતિ, સાસુ-સસરા તેનો આખો પગાર લઈ લેતા હતા. લગ્ન વખતે અઝરાના પિતાએ કરિયાવરમાં જે દાગીના આપ્યા હતા તે પણ સાસુએ તેની પાસે રાખી લીધા હતા. જ્યારે ફૈઝાનને દુકાન લેવા માટે રૂ. 20 લાખની જરૂર હોવાથી તે અઝરાને તેના નિવૃત્ત સ્કૂલ પ્રિન્સિપાલ પિતા પાસેથી રૂ.20 લાખ લાવવા દબાણ કરતો.

અઝરા પૈસા લાવી નહીં શકતા પતિ, સાસુ-સસરા તેને મારઝૂડ કરતા હતા. એક દિવસ અઝરાને ટ્રાફિક નડતા ઘરે આવવામાં મોડું થતાં સાસુ-સસરાએ ઝગડો કરીને તેમના સંબંધીના દીકરા ઈમરાન પઠાણને બોલાવીને અઝરાને મારઝૂડ કરાવી હતી.

ત્યારબાદ પણ પતિ, સાસુ-સસરાનો ત્રાસ ચાલુ જ હતો. જ્યારે 15 દિવસ પહેલા તો પતિ અને સાસુ-સસરાએ અઝરાને મારીને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મુકી હતી ત્યારથી પિયરમાં રહેતી અઝરાએ આ અંગે પતિ, સાસુ, સસરા અને ઈમરાન પઠાણ વિરુધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...