તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Target Is To Supply Water To Every Household In The State By The Year 2022, So Far 100 Per Cent Households In Five Districts Have Access To Water.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નલસે જલ યોજના:વર્ષ 2022 સુધીમાં રાજ્યના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક, અત્યાર સુધીમાં પાંચ જિલ્લાના 100 ટકા ઘરોમાં પાણીની વ્યવસ્થા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના દરેક ઘરને નળથી જળ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડનારા જલ જીવન મિશન અન્વયે દેશના 7 બેસ્ટ પર્ફોર્મર રાજ્યોમાં અગ્રીમ રહ્યું છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલયે દેશના જે 7 રાજ્યોએ જલ જીવન મિશનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેને વિશેષ પ્રોત્સાહન રૂપે 465 કરોડ રૂપિયાનું વિશેષ અનુદાન આપવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે નવી દિલ્હીમાં આ જાહેરાત કરતા ગુજરાતની જલ જીવન મિશનની આ ગૌરવ સિદ્ધિ માટે કુલ 465 કરોડ વિશેષ અનુદાનમાંથી 100 કરોડ રૂપિયા એકલા ગુજરાતને ફાળવ્યા છે. દેશના જે અન્ય રાજ્યોને આ વિશેષ પ્રોત્સાહક અનુદાન આપવામાં આવ્યું છે. તેમાં અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર આ વિશેષ પ્રોત્સાહક અનુદાન જે તે રાજ્યોને ઝડપી કાર્ય પદ્ધતિ, નાણાકીય આયોજન અને ફંડના અસરકારક ઉપયોગ તેમજ પાઇપલાઇન નેટવર્કની કાર્ય ક્ષમતાના માપદંડોને આધારે આપે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગે ગુજરાતમાં રાજ્યના દરેક ઘરને 2022 સુધીમાં નલ સે જલ અંતર્ગત આવરી લેવાની કામગીરી મિશન મોડમાં ઉપાડીને આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. રાજ્યમાં કોઈને ફ્લોરાઇડ યુક્ત કે ક્ષારવાળું પાણી પીવાને કારણે હાથીપગો કે હાડકાનાં રોગો ના થાય દાંત પીળા ના પડી જાય તેમજ ગ્રામીણ બહેનોને માથે બેડાં લઇ દૂર સુધી પાણી ભરવા જવું ના પડે તેવી પ્રતિબદ્ધતાથી વિજય રૂપાણીએ હર ઘર જલ પર ફોકસ કરીને સમગ્ર રાજ્યમાં 2022 સુધીમાં 100 ટકા નલ સે જલનો લક્ષ્યાંક રાખ્યો છે.

રાજ્યના પાણી પુરવઠા વિભાગે આ લક્ષ્ય પૂર્તિ માટે અસરકારક આયોજન કરીને કામગીરી વેગવંતી બનાવી છે. ગુજરાતે આ વર્ષે 25 માર્ચ સુધીમાં 11.15 લાખ ફંક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન(FHTC)ના લક્ષ્યાંક સામે 11.50 લાખ ફન્કશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (નળ જોડાણ) પૂરા કર્યા છે. એટલું જ નહિ રાજ્યના પાંચ જિલ્લા મહેસાણા, પોરબંદર, બોટાદ, આણંદ અને ગાંધીનગર સો ટકા ગ્રામીણ ઘરોમાં નળ જોડાણ(FHTC) ધરાવતા જિલ્લા બન્યા છે.

કોરોના કાળમાં લોકડાઉન અને અન્ય મુશ્કેલીઓ વચ્ચે પાણી પુરવઠા વિભાગે વર્ષ 2022 સુધીમાં સો ટકા ગ્રામીણ ઘરોમાં નળ જોડાણોના લક્ષ્યાંક પર ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી કરી છે. જેને કારણે ગુજરાતના કુલ 92.92 લાખ ગ્રામીણ ઘરોમાંથી 77.10 લાખ ઘરોને નળજોડાણ આપી દેવામાં આવ્યા છે. બાકીના 15.82 લાખ ઘરોમાં સપ્ટેમ્બર 2022 સુધીમાં ફન્કશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન પહોંચાડવામાં આવશે. આ 15.82 લાખ ઘરોમાંથી 3.95 લાખ ઘર માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 5.97 લાખ ઘરો માટે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ગુજરાત સરકારે રાજ્યના તમામ ઘરોમાં ગુણવત્તાયુક્ત 100 લિટર પર કેપિટા પર ડે પાણી પહોંચે તે માટે નીતિઓ ઘડી છે. રાજ્ય સરકારે FHTC માટે બાકી રહેતા વિસ્તારો માટે વિવિધ યોજનાઓ હેઠળ પાણી પુરવઠા વિભાગ થકી કુલ રૂ. 13 હજાર કરોડના વિકાસ કાર્યો હાથ ધર્યા છે. નર્મદા, કેનાલ, મહી, તાપી, મધુબન અને ધરોઇને સાંકળી વોટર ગ્રીડની મદદથી દરેક તાલુકા માટે સોર્સ અવેલેબિલીટી પણ સુનિશ્ચિત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ, 2019ના રોજ જલ જીવન મિશનની ઘોષણા કરી હતી. વડાપ્રધાને સમગ્ર દેશને પાણીજન્ય રોગોથી મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. વર્ષ 2024 સુધીમાં સમગ્ર દેશમાં આ યોજના હેઠળ ઘરે ઘરે નળથી પાણી પહોંચે તેવો લક્ષ્યાંક આપ્યો છે. મુખ્યમંત્રીએ આ લક્ષ્ય વર્ષ 2022માં જ પૂરું કરવાની પ્રતિબદ્ધતા સાથે સમગ્ર પાણી પુરવઠા તંત્રને પ્રેરિત કરતા ગુજરાતે આ અગ્રેસરતા પુરવાર કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો