તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The System Awoke As The Corona Patient Isolated On The Farm, Erecting 5 To 10 Bed Wards In 462 Villages; Fruit Is Given Through Public Participation

‘મારું ગામ કોરોનામુક્ત ગામ’:ખેતરમાં કોરોનાના દર્દી આઇસોલેટ થતાં તંત્ર જાગ્યું, 462 ગામમાં 5થી 10 બેડના વોર્ડ ઊભા કરી દીધા; લોકભાગીદારીથી ફ્રૂટ અપાય છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આશાવર્કર બહેનો દર્દીઓનું ઓક્સિજન લેવલ તપાસે છે - Divya Bhaskar
આશાવર્કર બહેનો દર્દીઓનું ઓક્સિજન લેવલ તપાસે છે

કોરોનાના દર્દીઓ ખેતરમાં આઇસોલેટ થતાં જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર જાગ્યું છે અને 462 ગામમાં 5થી 10 બેડના વોર્ડ ઊભા કરી તેમાં કોરોનાના દર્દીને તદ્દન મફત સારવાર આપી રહ્યા છે. ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ હેઠળ સરકારે આઇસોલેશન વોર્ડ ઊભા કરવાની સૂચના આપતા તંત્રે ત્વરિત આયોજન કરી દીધુ હતું. હાલ પ્રત્યેક ગામમાં હોમ આઇસોલેશન વોર્ડ હેઠળ કોરોનાના દર્દીને સારવાર અપાઇ રહી છે.

આ વોર્ડમાં કોરોનાના દર્દીઓ માટે 5થી 10 બેડ છે, જેમાં દવા, નાશ માટે મશીન, ગરમ પાણી , ઉકાળા, લોકભાગીદારીથી ફ્રૂટ, જમવાનું, જ્યુસ સહિતની સામગ્રી મફત પૂરી પાડવામાં આવે છે. આઈસોલેશન વોર્ડમાં હજી સુધી એક પણ કોરોના દર્દીનું મૃત્યુ નિપજ્યંુ નહીં હોવાનો જિલ્લા તંત્રે દાવો કર્યો છે. ગામના લોકોને પણ રાહત થઇ ગઇ છે.

આશાવર્કર બહેનો દર્દીઓનું ઓક્સિજન લેવલ તપાસે છે
જિલ્લાના આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલા કોરોના દર્દીઓનું ઓક્સિજન લેવલ આશાવર્કર બહેનો દિવસમાં સમયાંતરે ચકાસે છે, જેની નોંધ પણ કરાય છે. જો કોઇનું ઓક્સિનજન લેવલ ઘટે તો સ્થાનિક ડોક્ટરોને ત્વરિત જાણ કરાય છે. કોરોના વોર્ડમાં બહેનોની કામગીરી પણ નોંધપાત્ર છે. આઇસોલેશન વોર્ડમાં કોરોના દર્દીઓની સારસંભાળ માટે સ્થાનિક ડોક્ટરો વારંવાર મુલાકાત લઇને જાણકારી મેળવતા હોય છે. દર્દીની હાલત ગંભીર લાગે તો તેને કોવિડ સેન્ટરમાં ખસેડવાની વ્યવસ્થા કરે છે.

અન્ય સમાચારો પણ છે...