FSLમાં તપાસ:વડોદરાના સ્વીટી પટેલ કેસમાં તેના PI પતિના પરસેવા અને હાર્ટ બીટના આધારે તપાસ ચાલી રહી છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પીઆઇ એ.એ. દેસાઇ અને ગુમ થયેલી સ્વીટી પટેલ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
પીઆઇ એ.એ. દેસાઇ અને ગુમ થયેલી સ્વીટી પટેલ(ફાઇલ તસવીર)
  • આ કેસમાં ઇઝરાયલ ટેકનોલોજીમાં કડી મળી એટલે હવે પોલિગ્રાફ શરૂ કરાયો.
  • ઇઝરાયલની ટેક્નોલોજીમાં પરસેવાથી તપાસ થાય,પોલિગ્રાફમાં હાર્ટ બીટ.
  • FSLમાં સ્વીટી માટે ઓડિયો, વિઝ્યુઅલ અને પિક્ચર સિક્વન્સ દવારા તપાસ થઈ રહી છે.

વડોદરા જિલ્લાના PI દેસાઈની પત્ની સ્વીટી પટેલ કેસમાં અનેક સવાલો સામે આવી રહ્યાં છે. સ્વીટીના પતિ પર શંકા અને તે પોલીસ અધિકારી હોવાથી તપાસમાં કંઈપણ કચાશ ના રહે તે માટે દેશમાં સૌથી વિશ્વસનીય ગણાતા ગુજરાત FSLમાં તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં PIનો ઈઝરાયેલનો ખૂબ મહત્વનો SDS ટેસ્ટ કરાયો હતો. જેમાં FSLને થોડીક શંકા જતાં હવે ત્રણ દિવસનો પોલિગ્રાફ ટેસ્ટ શરૂ કરાયો છે. જે અગાઉ દેશના અનેક હાઈ પ્રોફાઈલ કેસમાં થઈ ચૂક્યો છે.

SDS ટેકનોલોજી દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો
ગુજરાતમાં હાલ ચર્ચામાં આવેલા વડોદરના PI દુનિયાની સૌથી મોટા સાઈન્ટિફિક ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યા છે. PI દેસાઈની પત્ની સ્વીટીના ગુમ થવાના કેસમાં FSL દ્વારા તેમની પર ઇઝરાયલની ખાસ વસાવાયેલી SDS ટેકનોલોજી દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો છે.જેને સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ કહેવામાં આવે છે. આ ટેસ્ટમાં પહેલાંથી રેકોર્ડિંગ કરેલો ઓડિયો સંભળાવવામાં આવે છે.

પરસેવા અને બોડી ટેમ્પરેચરના આધારે તપાસ
આ ટેસ્ટમાં એક ખાસ ડિવાઇસ છે. જે સસ્પેક્ટના પરસેવા અને બોડી ટેમ્પરેચરના આધારે સાચી વાતનો પર્દાફાશ કરી શકે છે. આ ટેસ્ટ દરમિયાન PI દેસાઈનો ડાબો હાથ ડીવાઈસ પર મુકવામાં આવ્યો હતો.જ્યારે તેમને ઓડિયો સંભળાવીને તેમના બોડી પર થતા પરસેવા પર આખો રિપોર્ટ તૈયાર કરાયો હતો. જેમાં ખાસ કરીને સ્વીટીની સાથે પહેલી મુલાકાતથી લઈને સારા ખોટા સબંધ અને અન્ય બાબતોની વિગતો માટેના ઓડિયો સંભળાવવામાં આવ્યા હતા.

પાંચ દિવસમાં ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવે તેવી સંભાવના
પાંચ દિવસમાં ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવે તેવી સંભાવના

હાર્ટ બીટ,કાર્ડિયોગ્રાફના આધારે એનાલિસિસ
આ સમગ્ર ટેસ્ટ બાદ FSL દ્વારા વધુ ટેસ્ટ માટે બુધવારથી તૈયારી શરૂ કરી દેવાઈ છે. જેમાં હવે PI દેસાઈ પર પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.આ ટેસ્ટ PI પર બુધવાર,ગુરુવાર અને શુક્રવાર એમ ત્રણ દિવસ ચાલશે. જ્યાં દેસાઈની હાર્ટ બીટ, કાર્ડિયોગ્રાફના આધારે એનાલિસિસ કરવામા આવી રહ્યું છે. આ ટેસ્ટમાં તેમને પોલીસ અધિકારી દ્વારા અગાઉથી નક્કી કરાયેલ પ્રશ્ન કાર્ડિયો સિસ્ટમ સેટ કરીને પૂછવામાં આવશે.

શુક્રવારે ત્રણેય ટેસ્ટ પૂર્ણ થઈ જશે
આ દરમિયાન તેમને કેટલાક દ્રશ્ય, વીડિયો અને ત્યાર બાદ પ્રશ્ન પણ પૂછવામાં આવશે. જેના આધારે કાર્ડિયો એનાલિસિસ નક્કી કરવામાં આવે છે. શુક્રવારે પીઆઈ દેસાઈનો પોલિગ્રાફ ટેસ્ટ પૂર્ણ થઈ જશે તેની સાથે SDS રિપોર્ટ પણ તૈયાર થઈ જશે. જેથી સ્વીટીના ગુમ થવાનો તેમનો રોલ છે કે નહીં તે સ્પષ્ટ થઈ જશે.

દહેજના અટાલી ગામ પાસે અવાવરૂ મકાનમાંથી માનવ હાડકાં મળ્યા બાદ પોલીસે ફરીથી ઘટના સ્થળની તપાસ શરૂ કરી
દહેજના અટાલી ગામ પાસે અવાવરૂ મકાનમાંથી માનવ હાડકાં મળ્યા બાદ પોલીસે ફરીથી ઘટના સ્થળની તપાસ શરૂ કરી

સ્વીટી પટેલ છેલ્લા 40 દિવસથી રહસ્યમય રીતે ગુમ
વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપમાં ફરજ બજાવનાર PI એ.એ.દેસાઈની પત્ની સ્વીટી મહેન્દ્ર પટેલ છેલ્લા 40 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં પોલીસને દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળની અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં હતાં. હાડકાંના નમૂના એકત્ર કરીને FSL ખાતે મોકલાતા હાડકા યુવાન વય અને મધ્યમ ઉંમરની વ્યક્તિનાં હોવાનું તારણ અપાયા બાદ પોલીસે પીઆઇ દેસાઇ તથા તેમનાં પત્ની સ્વિટી પટેલના 2 વર્ષના બાળકના સેમ્પલ લઇને એફએસએલમાં મોકલી ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો . જો કે પોલીસ આ રિપોર્ટની રાહ જોઇ રહી છે. આગામી ચારથી પાંચ દિવસમાં આ રીપોર્ટ આવ્યા બાદ આ પ્રકરણમાં મોટો ખુલાસો થાય તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...