1200 કરોડના ખર્ચે બનેલી અને મહિને રૂ. 11 કરોડ કરતાં વધારે ખર્ચ કરતી એસવીપી હોસ્પિટલમાં રોજના માંડ 24 દર્દી જ ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થાય છે. બીજી તરફ એસવીપીમાં રોજના દાખલ દર્દીઓની સંખ્યા કરતાં અનેકગણા વધુ ખાનગી કોન્ટ્રાક્ટરનો સ્ટાફ ફરજ પર હોય છે.
એસવીપી હોસ્પિટલ ચલાવવા માટે દર મહિને રૂ. 11 કરોડ જોઈએ છે. તેની સામે આવક સરેરાશ દોઢથી બે કરોડ થાય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી દરમ્યાન કોરોનાના થર્ડ વેવ દરમ્યાન એસવીપી હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા વધારે હતી. જોકે તે બાદ તો સતત ઘટી રહી છે. જાન્યુઆરી 2022 થી 10મી એપ્રિલ 2022 સુધીના એસવીપીમાં 100 દિવસમાં 2400 દાખલ છે, જ્યારે 37688 ઓપીડીમાં આવ્યા હતા.
4 મહિનામાં SVPમાં કુલ 2400 દર્દી દાખલ થયા
મહિનો | ઓપીડી | દાખલ | કુલ |
જાન્યુઆરી | 9100 | 1056 | 10156 |
ફેબ્રુઆરી | 9740 | 578 | 10318 |
માર્ચ | 12938 | 579 | 13517 |
એપ્રિલ | 3510 | 187 | 3697 |
કુલ | 35288 | 2400 | 37688 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.