તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુભાષબ્રિજ RTOએ 190 લોકોના લાઇસન્સ રદ કર્યાં

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • ટ્રાફિક પોલીસે 10 મહિનામાં 350 મેમો મોકલ્યા
 • ટ્રાફિકના નિયમનો વારંવાર ભંગ કરતાં કાર્યવાહી

સુભાષબ્રિજ આરટીઓને લાઇસન્સ રદ કરવા ટ્રાફિક પોલીસ તરફથી 10 મહિનામાં 350 મેમો મળ્યા છે. ગત માર્ચમાં 190 લાઇસન્સ રદ કર્યા હતા. આ સમયગાળામાં કુલ 268 લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે.

ભયજનક વાહન ચલાવી ટ્રાફિકના નિયમનો વારંવાર ભંગ કરનારાના લાઇસન્સ રદ કરવા માટે પોલીસ આરટીઓને મેમો મોકલે છે. મેમોના આધારે ત્રણ દિવસમાં જ કાર્યવાહી કરી નોટિસ ઇસ્યુ કરાય છે. વાહન માલિકની દલીલો સાંભળ્યા બાદ લાઇસન્સ રદ કરવું કે નહીં ? તેનો એઆરટીઓ નિર્ણય કરે છે.

લાઇસન્સ રદ કર્યા પછી ગ્રાહક 30 દિવસમાં અપીલમાં જઇ શકે છે. ત્રણથી છ મહિના સુધી લાઇસન્સ રદ થઇ શકે છે. એટલે કે, વાહનચાલક આ સમયગાળામાં વાહન ચલાવી શક્તો નથી. સમયમર્યાદા પૂરી થયા પછી વાહનચાલક આરટીઓમાં જઇ પોતાનું લાઇસન્સ મેળવી શકે છે અને વાહન પણ ચલાવી શકે છે.

ફેબ્રુઆરીથી રદ કરાયેલાં લાઇસન્સ

મહિનોરદ લાઇસન્સ
ફેબ્રુઆરી25
માર્ચ190
એપ્રિલલોકડાઉન
મેલોકડાઉન
જૂન40
જુલાઈ25
સપ્ટેમ્બર27
ઓક્ટોબર38
નવેમ્બર4
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો