મુશ્કેલી:ગુજરાત યુનિવર્સિટીમાં PHD અને MSC માટે માહિતી આપનાર કોઈ જવાબદાર વ્યક્તિ ના હોવાથી વિદ્યાર્થીઓ ધક્કે ચઢ્યા

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • માહિતી મેળવવા માટે વિદ્યાર્થીઓ એક વિભાગથી બીજા વિભાગ સુધી ધક્કા ખાઈ રહ્યા છે

ગુજરાત યુનિવર્સિટીમાં UG,PG સહિત PHD માટે પણ પ્રવેશ પ્રકિયા શરૂ થઈ છે.પ્રવેશ પ્રક્રિયામાં કોર્ષ પ્રમાણે ઇન્ફોર્મેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી આવે તો તેમના નિવારણ માટે વિન્ડો રાખવામાં આવી છે. જ્યાંથી જવાબ આપવામાં આવે છે. પરંતુ PHD અને MSC માટે કોઈ જવાબદાર વ્યક્તિ ના હોવાથી વિદ્યાર્થી ધક્કે ચઢ્યા છે.

માહિતી આપવા માટે કોઈ વ્યવસ્થાના ઠેકાણાં નથી
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને ઇન્ફોર્મેશન સેન્ટર રાખવામાં આવ્યું છે જ્યાંથી વિદ્યાર્થીઓને માહિતી મળે છે પરંતુ PHD અને MSC ના પ્રવેશ માટે ઇન્ફોર્મેશન સેન્ટર પર કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નથી. વિદ્યાર્થીઓ જ્યારે સવાલો લઈને આવે છે ત્યારે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર રહેતું નથી. જેથી વિદ્યાર્થીઓ એક વિભાગથી બીજા વિભાગ સુધી ધક્કા ખાઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓ એક વિભાગમાંથી બીજા વિભાગમાં ધક્કા ખાય છે
વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર PHDમાં પ્રવેશ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન,ફોર્મમાં ભૂલ,વિષયમાં પસંદગીમાં ભૂલ જેવા પ્રશ્નોને લઇને અમે યુનિવર્સિટી આવ્યા છે. પરંતુ અહીંયા ઇન્ફર્મેશન સેન્ટર પર કોઈ વ્યક્તિ નથી. જેની પાસેથી અમને જવાબ મળે. અમે એક વિભાગથી બીજા વિભાગ પર ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ યોગ્ય જવાબ મળતો નથી.