તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરણ 12 સાયન્સની પરીક્ષા:જામનગરથી આવેલા વિદ્યાર્થીએ કહ્યું,99 ટકાની આશા હતી પણ 96 આવ્યા, હવે પરીક્ષા આપીને સારૂ પરિણામ લાવીશ

અમદાવાદ2 મહિનો પહેલા
પરીક્ષા આપવા 72 વિદ્યાર્થીઓ અમદાવાદ આવ્યાં
  • સમગ્ર રાજ્યમાંથી માસ પ્રમોશનથી અસંતુષ્ટ 72 વિદ્યાર્થીઓ અમદાવાદમાં પરીક્ષા આપવા માટે આવ્યાં.
  • પરીક્ષા આપવા કેટલાક વિદ્યાર્થી અપડાઉન કરશે તો કેટલાક વિદ્યાર્થીઓ અમદાવાદમાં રોકાશે.

કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધુ ઘાતક બનતાં સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની જાહેરાત કરી હતી. રિપીટરોની પરીક્ષા ગત 15 જુલાઈના રોજ યોજાઈ હતી. તેમજ ધોરણ 10 અને 12ના પરિણામો આવી ગયાં બાદ હવે એડમિશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે માસ પ્રમોશનથી મળેલા પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની પણ એક તક આપવામાં આવી હતી. આ પરીક્ષા આપવા માટે રાજ્યભરમાંથી અમદાવાદમાં 72 વિદ્યાર્થીઓ આવી પહોંચ્યાં છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ અમદાવાદમાં પરીક્ષા આપવા માટે આવ્યાં
રાજ્યના અનેક જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ અમદાવાદમાં પરીક્ષા આપવા માટે આવ્યાં

રાજ્યમાં માત્ર અમદાવાદ જ એક કેન્દ્ર આપવામાં આવ્યું
ધોરણ 12 સાયન્સના પરિણામથી અસંતુષ્ટ થયેલા વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ જમા કરાવીને પરીક્ષા આપવા માટે તૈયારી કરી રહ્યાં હતાં. ત્યારે આજે આ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ છે. માત્ર 72 વિદ્યાર્થીઓ હોવાથી સમગ્ર રાજ્યમાં માત્ર અમદાવાદ જ એક કેન્દ્ર આપવામાં આવ્યું છે. જેથી રાજ્યના અનેક જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ અમદાવાદમાં પરીક્ષા આપવા માટે આવ્યાં છે.

વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીને સારુ પરિણામ મેળવશે એમ જણાવ્યું
વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીને સારુ પરિણામ મેળવશે એમ જણાવ્યું

કેટલાક અપડાઉન કરશે તો કેટલાક અમદાવાદમાં રોકાશે
સંતોકી આનંદ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું જામનગરથી અમદાવાદ પરીક્ષા આપવા આવ્યો છું. 99.50 ટકાની આશા હતી. જેની સામે 96 પર્સનટાઈલ આવ્યા હતા.પરિક્ષાની સંપૂર્ણ તૈયારી કરી છે અને હવે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી પરિવાર સાથે અમદાવાદ જ રહીશ. વિકાસ સિંઘ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું વડોદરાથી અમદાવાદ પરીક્ષા આપવા આવ્યો છું.માસ પ્રમોશનના કારણે 65 આસપાસ ટકા આવ્યા હતા. મારી આશા 75 ની હતી.પરીક્ષા આપવા હું રોજ બરોડાથી અપડાઉન કરીશ. સુશીલ સિંઘે જણાવ્યું હતું કે હું સુરતથી અમદાવાદ પરીક્ષા આપવા આવ્યો છું.માસ પ્રમોશનમાં માટે 68 ટકા હતા અને મારી આશા 75 ઉપર હતી જે માટે મહેનત પણ કરી હતી.