તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ધમણ’ અમદાવાદ પાછાં આવ્યાં:વિવાદાસ્પદ બનેલાં વેન્ટિલેટર માટે રાજ્યની સિવિલ હોસ્પિટલો એકબીજાને ખો આપે છે, પોતે ઉપયોગ કરતી નથી!

અમદાવાદ, રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
‘ધમણ’ 1, 2 અને 3 ભરેલી ત્રણ ટ્રક્સ સિવિલ હોસ્પિટલમાં આવી. - Divya Bhaskar
‘ધમણ’ 1, 2 અને 3 ભરેલી ત્રણ ટ્રક્સ સિવિલ હોસ્પિટલમાં આવી.
  • રાજકોટ સિવિલમાં 9 મહિનાથી પડી રહેલાં 200 ધમણ વેન્ટિલેટર અમદાવાદ સિવિલમાં મોકલાયાં
  • ‘ધમણ’ 1, 2 અને 3 ભરેલી ત્રણ ટ્રક્સ સિવિલ હોસ્પિટલમાં મોકલાઈ
  • રાજકોટ સિવિલના અધીક્ષક કહે છે, 1 વર્ષ પહેલાં લોન પર લીધાં હતાં
  • અમદાવાદ સિવિલના અધીક્ષક કહે છે, દોઢ મહિના પહેલાં મોકલ્યાં હતાં
  • કોરોનાની લહેર વખતે રાજ્ય સરકારને 866 ધમણ-1 વેન્ટિલેટર આપ્યાં હતાં

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી બુધવારે ત્રણ ટ્રકમાં ધમણ વેન્ટિલેટર ભરીને અમદાવાદ સિવિલમાં પાછાં લવાયાં છે. કોરોનાની બીજી લહેર દરમિયાન આ વેન્ટિલેટર અમદાવાદથી રાજકોટમાં મોકલાયાં હોવાનું હોસ્પિટલતંત્ર જણાવી રહ્યું છે.

ધમણ વેન્ટિલેટરની તસવીર.
ધમણ વેન્ટિલેટરની તસવીર.

દોઢ મહિના પહેલાં અમદાવાદથી મોકલ્યાં હતાઃં સિવિલ
સિવિલ હોસ્પિટલમાં નવા વેન્ટિલેટર મગાવાયાં છે એમ પુૂછતાં સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. જયપ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ નવા વેન્ટિલેટર નથી, પણ દોઢ મહિના પહેલાં કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો હતો. એ સમયે રાજકોટ સિવિલમાં દર્દીની સંખ્યા વધતાં અમદાવાદની સિવિલમાંથી 200 જેટલાં વેન્ટિલેટર મોકલાયાં હતાં, એ બુધવારે બપોર રાજકોટ સિવિલથી પરત આવ્યાં છે.

આ જ ધમણ વેન્ટિલેટર 1 મેના રોજ રાજકોટની મેડિકલ કોલેજની લોબીમાં ધૂળ ખાતાં હતાં.
આ જ ધમણ વેન્ટિલેટર 1 મેના રોજ રાજકોટની મેડિકલ કોલેજની લોબીમાં ધૂળ ખાતાં હતાં.

રાજકોટ-અમદાવાદના સિવિલ અધીક્ષકનો અલગ મત
1 મેના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજની લોબીમાંથી ધમણ વેન્ટિલેટરનો મોટો જથ્થો ધૂળ ખાતી હાલતમાં મળ્યો હતો. આ મામલે હોબાળો પણ થયો હતો. રાજકોટ સિવિલના અધીક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ કહ્યું હતું કે તમામ વેન્ટિલેટર ધમણ-1 છે, એકાદ વર્ષ પહેલાં વેન્ટિલેટરની જરૂરિયાત હતી ત્યારે અમદાવાદથી 200 ધમણ-1 વેન્ટિલેટર લોન પર મેળવ્યાં હતાં જરૂરિયાત પૂર્ણ થતાં પાછાં મોકલી દેવાયાં છે. બીજી બાજુ અમદાવાદ સિવિલના અધીક્ષક કહે છે, દોઢ મહિના પહેલાં મોકલવામાં આવ્યાં હતાં.

રાજકોટમાં વેન્ટિલેટર ધૂળ ખાતાં હતાં
કોરોનાની બીજી લહેરમાં કેસ વધતાં અમદાવાદ સિવિલથી ધમણ-1, 2 અને 3 વેન્ટિલેટર રાજકોટ મોકલવામાં આવ્યાં હતાં. હવે આ વેન્ટિલેટર અમદાવાદ સિવિલમાં ત્રણ ટ્રક ભરીને પાછાં મોકલી દેવાયાં છે. બીજી બાજુ 1 મેના રોજ આ વેન્ટિલેટર રાજકોટની મેડિકલ કોલેજની લોબીમાં ધૂળ ખાતી હાલતમાં પડ્યાં હતાં.

સીધી વાતઃ જનક ગોંડલિયા, ડેવલપમેન્ટ મેનેજર, નિયો રાજકોટ
ભાસ્કર: કોરોનાને લઇને શું શું ડોનેશનમાં આપ્યું?, કેટલું ડોનેશન આપ્યું?
મેનેજર:
સંસ્થાનું મુખ્ય કામ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓને ગણિત, અંગ્રેજી અને ગુજરાતી વિષય પર અભ્યાસક્રમ સિવાયનું શિક્ષણ આપી તેમનો પાયો મજબૂત બનાવવાનો છે. કોરોનામાં રાજ્ય સરકાર સાથે થયેલા એમઓયુ મુજબ 866 ધમણ-1 વેન્ટિલેટર આપ્યાં હતાં, કેટલું ડોનેશન આપ્યું એ અકાઉન્ટ ઓફિસરને જાણ હશે.

ભાસ્કર: સંસ્થામાં મુખ્ય વ્યક્તિઓ કોણ કોણ છે?
મેનેજર: સંસ્થામાં સાત સભ્યો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે, જેમાં શહેરના જાણીતા લોકો અને ઉદ્યોગપતિઓ પણ છે.

ભાસ્કર: સેવાકીય પ્રવૃત્તિ માટેનું ફંડ ક્યાંથી આવે છે?
મેનેજર: તમામ બોર્ડ ડિરેક્ટર્સ તેમજ અન્ય લોકો પણ સંસ્થાને દાન આપે છે, જેનાથી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે.

​​​​​​​ભાસ્કર: હમણાં સંસ્થા દ્વારા વેન્ટિલેટર ડોનેટ કરાયાં છે?
મેનેજર: કોરોનાની પ્રથમ લહેર વખતે વેન્ટિલેટરની અછત હતી, રાજ્યમાં માત્ર 1 હજાર જ વેન્ટિલેટર હતાં ત્યારે અમારી સંસ્થાએ સરકાર સાથે એમઓયુ કરીને વેન્ટિલેટર આપ્યાં હતાં.

​​​​​​​ભાસ્કર: કેટલાં વેન્ટિલેટર આપ્યાં હતાં અને ક્યાં ક્યાં આપ્યાં હતાં?
મેનેજર: 866 વેન્ટિલેટર આપ્યાં હતાં અને સરકારની સૂચના મુજબ પહોંચાડવામાં આવ્યાં હતાં.

​​​​​​​ભાસ્કર: ક્યાં વેન્ટિલેટર આપ્યાં?
મેનેજર: સંસ્થા દ્વારા અત્યારસુધીમાં 866 ધમણ-1 વેન્ટિલેટર આપવામાં આવ્યાં છે.

​​​​​​​ભાસ્કર: ધમણ-1માં ફરિયાદો હતી તો એ કેમ આપ્યાં?
મેનેજર: વેન્ટિલેટરની અછત હતી, ત્યારે ધમણ-1 બનાવવામાં આવ્યાં હતાં, ત્યાર બાદ ધમણ-3 સુધીનાં વેન્ટિલેટર બન્યાં છે, પરંતુ પ્રાથમિક જરૂરિયાત વેન્ટિલેટરની હતી ત્યારે ધમણ-1 બન્યાં હતાં તો એ આપ્યાં હતાં.​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...