નબળું ચોમાસુ:ગુજરાતમાં જુલાઈમાં સાત વર્ષની સરખામણીએ સૌથી ઓછો વરસાદ થયો, રાજ્યમાં હજી 36 ટકા વરસાદની ઘટ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં છુટો છવાયો વરસાદ થઈ શકે - Divya Bhaskar
રાજ્યમાં છુટો છવાયો વરસાદ થઈ શકે
  • રાજ્યના 94 જળાશયોમાં અત્યાર સુધી 25%થી ઓછું પાણી છે.
  • રાજ્યમાં ચોમાસાના બે રાઉન્ડ પછી પણ ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે.
  • આગામી એક સપ્તાહમાં વરસાદની શક્યતાઓ નહિવત.

ગુજરાતમાં ચોમાસાની એક સપ્તાહ વહેલી એન્ટ્રી થઈ છે. પરંતુ છેલ્લા સાત વર્ષની સરખામણીએ આ વર્ષનું ચોમાસુ નબળુ સાબિત થયું છે. 2015થી લઈને 2021 સુધીમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી 12 ઈંચ સાથે મોસમનો 36 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે 2 ઓગસ્ટ સુધી 14 ઈંચ સાથે મોસમનો 43 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ વરસાદ હજુ સાત ટકા ઓછો છે.છેલ્લાં 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે. 2012માં સરેરાશ 5 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે સરેરાશ 7 ઇંચ થયો છે.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
રાજ્યમાંથી અત્યારસુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.86, ઉત્તર ગુજરાતમાં 8.70 ઈંચ સાથે મોસમનો 30.98 , પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ સાથે મોસમનો 33.93, સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ સાથે મોસમનો 33.55 અને દક્ષિણ ગુજરાતમાં 22.55 ઈંચ સાથે મોસમનો સરેરાશ 39.46 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં હાલ બે જ તાલુકા એવા છે જ્યાં 39.37 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રાજ્યમાં જૂનમાં કુલ 4.73 ઈંચ, જુલાઇમાં 6.95 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષે જૂનમાં 4.83 ઈંચ અને જુલાઇમાં 9 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલ વરસાદ

વર્ષજૂન (મિ.મી)જુલાઈ (મિ.મી)
2021120.38176.7
2020122.4228.66
2019108.59222.37
201867.65382.51
2017126.3525.91
201636.76224.3
2015172.14493.15
જુલાઈમાં સૌથી ઓછો વરસાદ થયો
જુલાઈમાં સૌથી ઓછો વરસાદ થયો

રાજ્યમાં અત્યાર સુધી 35.84% વરસાદ થયો છે
રાજ્યમાં અત્યાર સુધી 35.84% વરસાદ થયો છે. ગત વર્ષે 2 ઑગસ્ટ સુધી રાજ્યમાં 42.90% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 7.24% ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં 36%ની ઘટ છે. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. ગાંધીનગરમાં 57%, અરવલ્લીમાં 54%, સુરેન્દ્રનગરમાં 52%, તાપીમાં સરેરાશથી 49%, દાહોદમાં 48% વરસાદની ઘટ છે. 11 જિલ્લાઓમાં વરસાદની 50%થી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે. 2012માં સરેરાશ 5 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે સરેરાશ 7 ઇંચ થયો છે.

વરસાદ ખેંચાતા જળાશયોમાં પાણી ખૂટ્યું
વરસાદ ખેંચાતા જળાશયોમાં પાણી ખૂટ્યું

​​​​​​​ગુજરાતમાં માત્ર 4 જળાશયો 100 ટકા ભરેલા છે
ગુજરાતનાં 207 જળાશયોમાંથી માત્ર 4 જળાશય 100% ભરેલાં છે. હાલમાં કુલ જળસંગ્રહ 47.26% છે. સરદાર સરોવર ડેમમાં 46.52% છે. ઉત્તર ગુજરાતમાં 24.50%, મધ્યમાં 42.90%, દક્ષિણમાં 57.08%, કચ્છમાં 23.82%, સૌરાષ્ટ્રમાં 41.07% પાણીનો સંગ્રહ છે. 25 ડેમોમાં જ 70%થી વધુ પાણી છે. 94 જળાશયોમાં 25%થી ઓછું પાણી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય એવા કોઇ એંધાણ નથી. હવામાન ખાતાની આગાહી મુજબ, આવતા 7 દિવસમાં અમુક જગ્યાએ સામાન્ય છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.

2020ની સરખામણીએ ઝોનવાઇઝ વરસાદ અને ડેમોમાં જળસંગ્રહ

ઝોનવરસાદડેમોમાં જળસંગ્રહ (%)
વર્ષ2021(%)2020(%)તફાવત2021(%)2020(%)તફાવત
ઉત્તર30.78291.7824.525-0.5
મધ્ય33.7928.195.1642.9393.9
દક્ષિણ39.1831.18857.0858-0.9
કચ્છ31.6189.53-5823.8238-14
સૌરાષ્ટ્ર33.3773.16-4041.0758-17
કુલ35.6642.9-7.2447.2651-4

( સ્રોત - નર્મદા, જળસંપત્તિ વિભાગ અને જીએસડીએમએ)