તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:રાજ્યમાં અત્યાર સુધી પોલીસ સહિતના 1.32 લાખ ફ્રન્ટલાઇન વોરિયર્સે રસી લીધી

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ સહિત હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરડીના જવાનોને વેક્સિન અપાઈ

રાજયમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ બાદ કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે પોલીસ વિભાગના કર્મચારીઓને વેક્સિન આપવાની હોવાથી અત્યાર સુધીમાં રાજયમાં પોલીસ ઉપરાંત હોમગાર્ડ, જીઆરડી તથા જેલ વિભાગના 1.32 લાખ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે. આમાં 81 હજાર પોલીસ કર્મચારીઓ, 22 હજાર હોમગાર્ડ અને જીઆરડી અને 4 હજાર ટીઆરબીના જવાનો સામેલ છે.

ઉપરાંત, જેલ સીઆઈડી ક્રાઈમ, એસીબી જેવી ખાસ બ્રાંચોમાં અને એસઆરપી દળોના પોલીસ કર્મીઓને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. પોલીસ કર્મીઓ વેક્સિન અંગે કોઈ શંકા ન રાખે તે માટે પહેલા રાજયના પોલીસવડા આશિષ ભાટિયા સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓએ વેક્સિન લીધી હતી. હાલ પોલીસ વિભાગમાં 80 ટકા વેક્સિનેશન થયું છે. જ્યારે આગામી 2-3 દિવસોમાં તમામ કર્મીઓની વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો