ભાસ્કર ઇનસાઇટ:રાજ્ય સરકાર 300 કરોડથી વધુ ખર્ચ કરશે, બજેટ મેળવવા દોડાદોડી ચાલુ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ ગેમ્સનું આયોજન અગાઉની જાહેરાત પ્રમાણે 2020માં ગોવામાં થવાનું હતું પરંતુ કોવિડને કારણે તે પડતું મૂકવું પડ્યું હતું. આમ તો દર બે વર્ષે આ ઇવેન્ટ યોજવાની હોય છે, પણ અગાઉ અમુક વખતે ચાર કે પાંચ વર્ષના અંતરાલ પડી ગયા છે, કારણ કે જે-તે સરકાર તેના આયોજન માટે તૈયાર હોતી નથી. તેને બદલે ગુજરાતે આ આયોજન માત્ર 3 જ મહિનામાં પાર પાડી દેવાનું બીડું ઝડપ્યું છે.

આ અગાઉ મેઘાલયની સરકારે 2022માં નેશનલ ગેમ્સ યોજવા માટે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન સાથે કરાર કર્યાં હતા પરંતુ હવે ત્યાં નેશનલ ગેમ્સ આવતી વખતે યોજાશે. તે દરમિયાન માત્ર ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં આ ઇવેન્ટ યોજવા માટે ગુજરાત સરકારને ઓછામાં ઓછા 300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આ માટે સરકારે બજેટમાં કોઇ જોગવાઇ કરી નથી, તેથી સરકારને આ માટેનું બજેટ મેળવવા ખાસ્સી કમર કસવી પડશે. ચૂંટણીનું વર્ષ હોવાથી યોજનાકીય બજેટમાં ઘટાડો કરવાનું સરકારને પોસાશે નહીં, તેથી ગુજરાત સરકારને આ માટે ઘણાં બજેટ હેડમાં ફેરફારો કરીને નાણાકીય મેનેજમેન્ટ કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...