તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગયા વિક્રમ સંવતના વર્ષમાં કોરોના અને લોકડાઉનને કારણે કેટલાંક લોકોને નોકરી ગુમાવવી પડી, પરંતુ આ વિક્રમસંવત 2078માં યુવાનોને રોજગારી માટે નવી આશાઓ જન્માવનારું સાબિત થશે. ગુજરાત સરકાર નાની મોટી તમામ મળીને આ વર્ષમાં કુલ 35 હજારથી 37 હજાર જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) જ હાલ મંજૂર થયેલી 2,200 જેટલી જગ્યાઓ પર 160થી વધુ ભરતીઓ કરી રહી છે. આ પૈકી હાલ જ જાહેર થયેલી 1,200 કરતાં વધુ ભરતીઓ માટે અરજીની તારીખ પહેલી ડિસેમ્બર સુધી લંબાવી દેવાઇ છે. આ ઉપરાંત અગાઉની જાહેર કરાયેલી 900 કરતાં વધુ જગ્યાઓની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. એટલું જ નહીં આ વર્ષમાં સરકાર નવી જગ્યાઓ પણ મંજૂર કરી શકે છે.
જીપીએસસીના અધ્યક્ષ દિનેશ દાસાના જણાવ્યા મુજબ આયોગે બહાર પાડેલી આરએફઓ, ડીવાયએસઓ, જીએમડીસી વહીવટી અધિકારી, ઓફિસ આસિસ્ટન્ટ અને એવી અન્ય જગ્યાઓ માટે કોઇપણ વિદ્યાશાખાઓમાંથી સ્નાતક થયેલાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
ગયા વર્ષે કોરોનાને કારણે ભરતીઓ થઈ ન શકી, પરંતુ છેલ્લાં વર્ષોમાં સ્નાતક થયેલાં વિદ્યાર્થીઓ માટે પણ હવે પૂરતી તક છે. તેઓ અત્યારથી જ તૈયારીમાં લાગી સરકારી નોકરી મેળવે તેવા ઉજળાં સંજોગો આ વિક્રમ સંવત વર્ષમાં ખડા થયાં છે.
સરકારી સૂત્રોના જણાવ્યાં અનુસાર ગુજરાત સરકારે અંદાજે 35 હજાર જેટલી નોકરીઓ અંદાજપત્રીય જોગવાઈમાં રાખી હતી, જેમાં મોટી ભરતીઓમાં 11 હજારથી વધુ વિવિધ પોલીસ સંવર્ગ, 6 હજાર કે તેથી વધુ શિક્ષકો અને 2 હજાર જેટલાં ઊર્જા વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પણ પંચાયત, મહેસૂલ, વન વિભાગ, નાણાં વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને સંબંધિત અનેક જગ્યાઓની ભરતી આ વર્ષમાં કરવામાં આવશે, કારણ કે ગયાં વર્ષે કોઈ ભરતી થઇ શકી નથી, તેથી બેકલોગનું ભારણ ઘટાડવાં આ વર્ષમાં સરકારમાં સારી એવી ભરતીઓ થશે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.