લોકડાઉન:ફરજ બજાવતા પોલીસ અધિકારીનું મોત થાય તો રાજ્ય સરકાર 25 લાખ રૂપિયા આપશે, દરેક જિલ્લામાં 100 બેડની વ્યવસ્થા કરવાનો આદેશ

કોરોના વાઇરસ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર રાજ્યમાં લોકડાઉન દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસ જવાન - ફાઇલ તસવીર - Divya Bhaskar
સમગ્ર રાજ્યમાં લોકડાઉન દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસ જવાન - ફાઇલ તસવીર

ગાંધીનગરઃ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત ટોચના અધિકારીઓની બનેલી કોર કમિટીની મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં કોરોનાને પ્રસરતો રોકવા માટે લોકડાઉનને સફળ કરવા પોલીસ, એસ.આર.પી, ગ્રામરક્ષક દળ, હોમગાર્ડ અને ટ્રાફિક જવાનો દિવસ રાત ફરજ બજાવે છે, સાથોસાથ નિરાધાર,વૃધ્ધોને સહાય પણ પહોંચાડે છે. આ જવાનોને કોરોના સંદર્ભમાં ફરજ દરમિયાન અવસાન થાય તો તેમના વારસદાર,પરિવારને રૂ. 25 લાખની સહાય ચુકવવાનો નિર્ણય કર્યો હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, રાજ્યના મહાનગરો ઉપરાંત પ્રત્યેક જિલ્લામથક પર 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ હોસ્પિટલમાં 10 આઇસીયુ અને 90 બેડની સુવિધા એમ મળીને 100 બેડની વ્યવસ્થા કરાશે. દરેક ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી રૂ. 25 લાખ કોરોના વાયરસના ઇલાજ માટે દવાઓ-સાધન સુવિધાઓ માટે ગુજરાત હેલ્થ સોસાયટીને આપશે.

રાજ્ય સરકારે લોકોને સહકાર આપવાની અપીલ કરી
આ મામલે મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી કે, કોઇપણ વ્યક્તિ ઘરની બહાર ના નીકળે. લોકો પોતપોતાના ઘરમાં જ રહે, પોતાના જીવને જોખમમાં મૂકી ફરજ બજાવતા પોલીસ, એસઆરપી, ગ્રામરક્ષક દળ, હોમગાર્ડ અને ટ્રાફિકના જવાનોને સહકાર આપે. 

અન્ય સમાચારો પણ છે...