ગ્રાન્ટ:રાજ્યના 26 સાંસદોને રસ્તા માટે રાજ્ય સરકાર રૂ.2 કરોડ આપશે

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • રાજ્યના હાઇવે અને મુખ્ય માર્ગો દર પાંચ વર્ષે રીસર્ફેસિંગ કરાશે

રાજ્ય સરકાર અત્યારસુધી માત્ર ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં રસ્તાના કામો માટે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નીતિન પટેલે વિધાનસભામાં જાહેરાત કરતા કહ્યું હતું કે લોકસભામાં ચૂંટાયેલા 26 સાંસદોને તેમના મત વિસ્તારમાં રસ્તાના કામ માટે 2 કરોડ રૂપિયાના જોબ નંબર અપાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભામાં તમામ ભાજપના સાંસદો ચૂંટાયા છે.

પટેલે અન્ય જાહેરાતો કરતા જણાવ્યું કે 10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોના રસ્તા 5.5 મીટર પહોળા કરાશે. ગાંધીનગર- કોબા હાઇવે પર પીડીપીયુ જંક્શન ઉપર 50 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવાશે. નર્મદા કેનાલ પરનો બ્રિજ પહોળો કરાશે. રાજ્યના હાઇવે અને મુખ્ય માર્ગો દર પાંચ વર્ષે રીસર્ફેસીંગ કરાશે.

ગાંધીનગર-એરપોર્ટ સેફ કોરીડોર બનશે
વર્લ્ડ બેન્ક યોજના હેઠળ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર કેપિટલને જોડતા રસ્તામાં ગાંધીનગર ચ-0થી કોબા- ઇન્દિરા બ્રિજ સુધીના ભાગને 38.25 કરોડના ખર્ચે સેફ કોરીડોર ડેમો પ્રોજેક્ટ તરીકે વિકસાવાશે.

અન્ય સમાચારો પણ છે...