તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે જૂનુએ ભંગાર:નવી સ્ક્રેપ પોલીસીનો લાભ સૌથી પહેલાં રાજ્ય સરકારને મળી શકે, જિલ્લા કક્ષાએથી ભંગારમાં જાય તેવા વાહનોની માહિતી મંગાવાઇ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સરકારી કચેરીઓમાં પડી રહેલા જુના વાહનો ભંગારમાં જશે ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
સરકારી કચેરીઓમાં પડી રહેલા જુના વાહનો ભંગારમાં જશે ( ફાઈલ ફોટો)
  • કેટલા નવા વાહનોની ખરીદી કરવી તેનો નીતિવિષયક નિર્ણય સરકાર ટૂંક સમયમાં જ કરશે.
  • ગુજરાત સરકારને નવા વાહનોની ખરીદી સમયે ટેક્સ મુક્તિ પણ મળશે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી સ્ક્રેપ પોલીસીનો પ્રથમ લાભ ગુજરાત સરકારને મળે તેવી શક્યતાઓ છે. આ પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં પડી રહેલા ભંગાર વાહનોની યાદી જિલ્લા કક્ષાએથી મંગાવી છે. રાજ્યના તમામ જિલ્લામાં ઉપયોગ વિનાના સરકારી ભંગાર વાહનોની યાદી મળ્યા બાદ કેટલા નવા વાહનો ખરીદવા તેનો નીતિવિષયક નિર્ણય સરકાર ટૂંક સમયમાં જ કરશે.હાલ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને કારણે નવા વાહનોની ખરીદી ઉપર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ સરકારના આ નિર્ણયથી જે વાહનના કિલોમીટર પૂરા થઈ ગયા છે અને જુના વાહનમાં સરકારના સેવારત અધિકારીઓ અને કર્મચારીઓ મુસાફરી કરી રહ્યા છે. તેમના માટે નવું વાહન મેળવવા માટે રાહત ઊભી થશે.

39 સરકારી વીવીઆઇપી વાહનોનો સમાવેશ
ભારત સરકારના વાહન વ્યવહાર અને પરિવહન મંત્રી નિતિન ગડકરી દ્વારા જે નવી સ્ક્રેપ પોલીસની જાહેરાત કરવામાં આવી હતી તેમાં ગુજરાત સરકારને નવા વાહનોની ખરીદી સમયે ટેક્સ મુક્તિ પણ મળશે એટલું જ નહીં જુના ભંગારમાં ગયેલા વાહનોની પણ આવક સરકારને થશે આમ બંને રીતે આ પોલીસીના કારણે ગુજરાત સરકારને આર્થિક રીતે મજબૂત બનાવશે તેમ મનાઈ રહ્યું છે. હાલની સ્થિતિએ માત્ર ગાંધીનગરમાં રાજ્ય સરકાર ના અલગ અલગ વિભાગના ભંગાર હાલતમાં પડી રહેલા સરકારી 39 વીવીઆઇપી વાહનોનો સમાવેશ થાય છે. સરકાર હસ્તકના જુના વાહનોની સમયસર હરાજી નહીં કરાતા મોટાભાગની ગાડીઓ ભંગારના ભાવે સરકાર ને જ વેચવી પડે છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

રાજ્ય સરકારના 13 હજાર વાહનો ભંગારમાં જશે
રાજ્ય સરકારના પણ અંદાજે 13 હજાર વાહનો 15 વર્ષથી જુના હોવાથી તેને ભંગારમાં કાઢી નાંખવાની નોબત આવશે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાતની આરટીઓએ ડેટા એકત્ર કરવાની કામગીરી કરી હતી. જેના આંકડા અનુસાર 21 લાખ થ્રી વ્હિલર અને ફોર વ્હિલર સ્ક્રેપમાં નાંખી દેવાને પાત્ર છે. તો ટ્રક, ટ્રેઈલર, મળીને ગુજરાતમાં ભંગારમાં નાંખી દેવા પડે તેવા અંદાજે 35 લાખ વાહનો હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.

રાજ્યમાં 34 લાખ વાહનો નકામા થઈ જશે
કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાતની આરટીઓએ ડેટા એકત્ર કરવાની કામગીરી કરી હતી. જેના આંકડા અનુસાર 21 લાખ થ્રી વ્હિલર અને ફોર વ્હિલર સ્ક્રેપમાં નાંખી દેવાને પાત્ર છે. તો ટ્રક, ટ્રેઈલર, મળીને ગુજરાતમાં ભંગારમાં નાંખી દેવા પડે તેવા અંદાજે 34લાખ વાહનો હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. એક ઓક્ટોબર 2021થી આ નવી સ્ક્રેપ પોલિસીનો અમલ કરવાની જાહેરાત કરાઈ છે. તેમાં 15 વર્ષથી જુના કોમર્શિયલ વ્હિકલ અને 20 વર્ષથી જુના પેસેંજર વ્હિકલને સ્ક્રેપ કરી દેવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થનારા વાહનોને પણ સ્ક્રેપ કરવાની ફરજ પાડવામાં આવશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

2 લાખ અનફિટ વાહનો અલંગમાં સ્ક્રેપ થશે
કેન્દ્ર સરકારની વ્હિકલ સ્ક્રેપ પોલિસીના લોન્ચિંગ બાદ હવે રાજ્ય સરકારે અનફિટ વાહનોને સ્ક્રેપમાં મોકલવાનું આયોજન કર્યું છે. અલંગથી 300થી 350 કિમીની રેન્જમાં આવેલા અમદાવાદ સહિત સાત શહેરોનાં અનફિટ વાહનો અલંગ ખાતેના સ્ક્રેપ યાર્ડમાં મોકલાશે. ઉપરાંત રાજ્યનાં તમામ અનફિટ વાહનોના સ્ક્રેપિંગ માટે અલંગ ઉપરાંત 4થી 6 નાના અને મધ્યમ સ્ક્રેપિંગ સેન્ટર ઊભાં કરવાનું આયોજન થઈ રહ્યું છે. હાલના અંદાજ મુજબ રાજ્યમાં 4.30 લાખ વાહનો અનફિટ કે રજિસ્ટ્રેશન વિનાનાં છે. 15 વર્ષ જૂની કાર જેવા ખાનગી વાહનો અને 8 વર્ષ જૂના ભારે તથા માલવાહક વાહનોનાં ફિટનેસ ટેસ્ટ બાદ 10 લાખથી વધુ વાહનોને સ્ક્રેપમાં મોકલાય તેવો અંદાજ છે.