હાઇકોર્ટમાં સરકારનું નિવેદન:2036ના ઓલિમ્પિકને લઈને રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી, ઓલિમ્પિક કમિટી તૈયારી જોવા ગુજરાત મુલાકાતે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના બાંધકામમાં ટેન્ડરીંગ પ્રક્રિયાને પડકારવામાં આવી હતી
  • જે કંપનીને કોન્ટ્રાક્ટ સોંપાયો, તેની પાસે મોટા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવવાનો અનુભવ છે?: હાઇકોર્ટનો સવાલ

અમદાવાદના નારણપુરામાં આકાર લેનાર સ્પોર્ટ કોમ્પ્લેક્સનો મામલો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. સ્પોર્ટ કોમ્પ્લેક્ષના બાંધકામ માટે ટેન્ડરીંગ પ્રક્રિયાને ક્યુબ કન્સ્ટ્રકશન એન્જી. લીમીટેડ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. આ મામલે સુનાવણી દરમિયાન આગામી વર્ષોમાં ગુજરાતમાં ઓલિમ્પિક રમતોત્સવ લઈને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. એડવોકેટ જનરલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે, કે સરકાર વર્ષ 2036માં યોજનાર ઓલિમ્પિકને લઇ તૈયારીઓ કરી રહી છે. જે સંદર્ભે ઓલિમ્પિક કમિટી પણ ગુજરાતી મુલાકાત લેવાની છે.

રાજ્ય સરકાર વર્ષ 2036માં યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવને લઈ તૈયારીઓ કરી રહી હોવાનું હાઇકોર્ટ સમક્ષ નિવેદન કરવામાં આવ્યું છે. જે માટે વર્ષ 2025માં ઓલિમ્પિક કમિટી ગુજરાતની મુલાકાત લેશે. નારણપુરા ખાતે તૈયાર થનાર વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ માટેનો મામલો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. જે અંગે દલીલની શરૂઆત કરતાં સમયે એડવોકેટ જનરલે આ નિવેદન આપ્યું છે.

અમદાવાદના નારણપુરા સ્પોર્ટ કોમ્પલેક્ષ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ પૂછ્યો કે, ' હાલ જે કંપનીને બાંધકામ સોંપવામાં આવ્યું છે, તેની પાસે આ પ્રકારના મોટા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવવાનો અનુભવ છે કે નહીં?'. જોકે આ મામલે સરકાર તરફથી નિવેદન કરવામાં આવ્યું છે કે, તેઓ અનુભવ ધરાવે છે પરંતુ તે બાબતને રેકોર્ડ પર નથી મૂકવામાં આવી'. સુનાવણીમાં અરજદાર કંપની દ્વારા એ પણ રજૂઆત કરાઈ, કે ટેન્ડરિંગ પ્રક્રિયામાંથી બહાર રાખવાના કારણો પણ તેમને નથી જાણ કરાઈ.

નારણપુરામાં તૈયાર થનાર વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ટેન્ડરિંગ વિવાદ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. જેમાં ક્યુબ કન્સ્ટ્રકશન એન્જિનિયરિંગ લિમિટેડ દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયાને પડકારવામાં આવી છે. આજે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે વિસ્તારપૂર્વક લાંબી દલીલો કરવામાં આવી. બપોર પછી હાથ ધરવામાં આવેલ સુનવણી બે કલાક સુધી ચાલી. જોકે આ લાંબી સુનવણીની ચીફ જસ્ટિસે ગંભીર નોંધ લીધી અને ટકોર પણ કરી કે 'આ બાબતે દલીલમાં લાંબો સમય બંને પક્ષો દ્વારા લેવામાં આવ્યો છે'. આ બાબતે વધુ સુનાવણી આગામી 28મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, ટેન્ડરિંગ પ્રક્રિયામાંથી અરજદાર કંપનીને દૂર રાખવા અંગેના કારણો અંગેની જાણકારી આપવી તે જરૂરી નથી. સાથે સાથે સમગ્ર પ્રોજેક્ટના બાંધકામ અંગે પણ એડવોકેટ જનરલ દ્વારા વિગતો મુજબ કરવામાં આવી. મહત્વની વાત એ રહી કે કોર્ટે સરકારને પણ સવાલ પૂછું કે હાલ જે કંપનીને કામગીરી સોંપવામાં આવી છે, તેની પાસે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાનો અનુભવ છે કે કેમ ? આ બાબતે સરકાર દ્વારા નિવેદન કરવામાં આવ્યું કે, તેઓ અનુભવ ધરાવે છે પરંતુ તે રેકોર્ડ પણ નથી મૂકવામાં આવ્યો. અમદાવાદ યુનિવર્સિટીમાં તેમને સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કર્યું છે'. જેના જવાબમાં અરજદાર કંપની તરફથી રજૂઆત કરી કે અમદાવાદ યુનિવર્સિટીમાં તૈયાર થયેલ કોમ્પલેક્ષ સ્ટુડન્ટ એક્ટિવિટી પૂરતું સીમિત છે.

અન્ય સમાચારો પણ છે...