સરકારની AMCને મદદ:2 વર્ષમાં રાજ્ય સરકારે 660 કરોડ કોરોના સહાય ચૂકવી; 511 કરોડની ગ્રાન્ટ, રેવન્યુ આવક છતાં તિજોરી ખાલીની બૂમો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • રાજ્ય સરકાર પાસેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને હવે માત્ર 100 કરોડની જ કોરોના સહાય લેવાની બાકી

અમદાવાદ મ્યુનિ. કોરોનાના ખર્ચને કારણે તિજોરીનાં તળિયાં દેખાયાનાં ગાણાં ગાઈ રહી છે, જોકે રાજ્ય સરકારે છેલ્લાં બે વર્ષમાં જ અમદાવાદ મ્યુનિ.ને કોરોના સહાય પેટે રૂ. 660 કરોડ ફાળવ્યા છે. હવે અમદાવાદ મ્યુનિ.ને સરકાર પાસે કોરોનાની સહાયપેટે માત્ર રૂ. 100 કરોડ જેવી લેણી બાકી રકમ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

અમદાવાદ શહેરમાં મ્યુનિ.બજેટમાંથી 29.84 કરોડનો ખર્ચ રોડ-રસ્તા માટે ફાળવ્યો છે, બીજી તરફ સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના હેઠળ રોડ-રસ્તા માટે 87.47 આપવાનો અંદાજ છે. બીજી તરફ રાજ્ય સરકારે નક્કી કરેલી રૂ. 640 કરોડની સ્વર્ણિમ મુખ્યમંત્રી ગ્રાન્ટમાંથી રૂ. 511 કરોડ જેટલી રકમ આપી છે, જેમાં 91 કરોડની રકમ તો 15મા નાણાપંચ હેઠળ ગત વખતની બાકી હોવાથી તે મળી છે.

ધારાસભ્ય-સાંસદોની ગ્રાન્ટ પેટે મ્યુનિ.ને રૂ. 21.47 કરોડની ગ્રાન્ટ મળી છે. સામે ઓક્ટ્રોય વળતર પેટે 523.17 કરોડની રકમ મ્યુનિ.ને મળી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે મ્યુનિ.ને ગત વર્ષ 2020-21માં કોરોનાની સહાયપેટે રૂ. 427.64 કરોડ અને 2021-22માં કોરોના સહાય પેટે રૂ. 233.99 કરોડ ફાળવ્યા છે.

અમદાવાદ મ્યુનિ.ને હવે રાજ્ય સરકાર પાસે માત્ર 100 કરોડ જેટલી રકમ જ કોરોના સહાય પેટે રાજ્ય સરકાર પાસે લેવાની બાકી રહી છે. સામે નોનટેક્સ હેઠળ પણ મ્યુનિ.ને 545 કરોડની આવક થઈ છે. સામે રેવન્યુ ટેક્સ હેઠળ 921 કરોડ જેટલી નોંધપાત્ર આવક થઈ છે. આમ છતાં મ્યુનિ પાસે અત્યારે કોન્ટ્રાક્ટરને આપવાની થતી 234 કરોડ જેટલી રકમ નહીં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે, એક તરફ મ્યુનિ.તંત્ર હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરે છેે કે, મ્યુનિ.ને કોરોનામાં મોટો ખર્ચ થયો હોવાથી હાલ રસ્તાઓ માટે પૂરતો ખર્ચ થઈ રહ્યો નથી. બીજી તરફ મ્યુનિ.એ પહેલાંથી જ રસ્તાઓ માટે યોગ્ય અંદાજ લગાવી નાણાં ફાળવ્યાં નથી, રાજ્ય સરકારે કોરોનાની સહાય પેટે ચૂકવવાની થતી મહત્તમ રકમ તો ચૂકવાઈ છે. મ્યુનિ.ને હવે માત્ર 100 કરોડની જ કોરોના સહાય રાજ્ય સરકાર પાસે લેવાની બાકી છે.

અન્ય સમાચારો પણ છે...