તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The State Government Has Announced Night Curfew In 20 Cities Following A High Court Directive In The State. The Corona Situation In The State Will Be Discussed At A Cabinet Meeting Today.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાજ્યમાં હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારે 20 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ જાહેર કર્યો, આજે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની ચર્ચા થશે

6 દિવસ પહેલા

નમસ્કાર!

રાજ્યમાં કોરોના છેલ્લા એક સપ્તાહથી રોજેરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યો છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકારને કોરોનાને પગલે ચાર દિવસીય કર્ફ્યૂ કે વીકએન્ડ કર્ફ્યૂ લાગુ કરવા નિર્દેશ કર્યો છે; ત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની મંગળવારે મોડી રાત સુધી બેઠકમાં ચર્ચા કરી રાજ્યનાં 20 મોટાં શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ જાહેર કર્યો છે. રાતના 8થી સવાર 6 વાગ્યા સુધી આ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે. આજે કેબિનેટની મીટિંગમાં કોરોનાની વર્તમાન સ્થિતિને પહોંચી વળવા સહિતનાં પગલાંની ચર્ચા થશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે...

સેન્સેક્સ49,20142.07
ડોલરરૂ. 73.420.12

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

રૂ. 47,100200

આ 3 ઘટના પર નજર રહેશે

1) આજથી રાજ્યનાં 20 શહેરોમાં રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ થશે 2) આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની મીટિંગમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને ચર્ચા થશે 3) અમદાવાદ શહેરમાં AMCની હેલ્થ ટીમ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરશે 4) રાજકોટમાં આજે વધતા કોરોના કેસને લઇને આજે વેક્સિનેશન અને ટેસ્ટિંગની કામગીરી પુરજોશમાં ચાલશે

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) ગુજરાતમાં કોરોના સામે ઝૂકી સરકાર, બુધવારે મધરાતથી આખા રાજ્યનાં 20 શહેરમાં 30 એપ્રિલ સુધી રાત્રે 8થી સવારના 6 સુધી કર્ફ્યૂ જાહેર

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર થઈ જતાં આખરે રાજ્ય સરકારે બુધવારે મધરાતથી અમલી બને એ રીતે રાજ્યનાં 20 શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો નિર્ણય જાહેર કર્યો છે. આમ, હવે લગભગ આખા ગુજરાતના શહેરી વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યૂ લાગી કરી દેવાયો છે. અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી, પરંતુ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રેલીઓના તાયફા અને મેચમાં ભારે ભીડ ભેગી કરાતાં આ દિવસો જોવાનો વારો આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, ઓલટાઈમ હાઈ 3280 નવા કેસ, એક્ટિવ કેસ 17 હજારને પાર, અમદાવાદ અને સુરતમાં 7-7 સહિત 17નાં મોત
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજેરોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 3 હજારથી વધુ રહ્યો છે અને ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 3280 નવા કેસ નોંધાયા છે અને 2167 દર્દીએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત શહેરમાં 7-7 તથા રાજકોટમાં 2 અને વડોદરામાં 1 મળી કુલ 17 દર્દીઓના કોરોનાને કારણે મોત થયાં છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 17 હજારને પાર થઈ ગયો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) આખા ગુજરાતમાં સૌથી વધુ કોરોના વિસ્ફોટ સુરતમાં થતાં આરોગ્ય સચિવ, CM-ડે.CM દોડી ગયા, કોરોનાની સ્થિતિને લઈને બેઠકો કરી
સુરતમાં કોરોના કેસની સાથે મોતનો આંકડામાં પણ ઉછાળો આવતાં ગુજરાત સરકાર ચિંતિત છે, જેને પગલે મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતનાની કોરોના સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક થઈ હતી. અ પહેલાં આરોગ્ય સચિવ જયંતી રવિ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કલેક્ટરથી લઈને પાલિકા કમિશનર, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

42 દિવસમાં ધૈર્યરાજની સારવાર માટે 16 કરોડથી વધુનું દાન મળ્યું છે.
42 દિવસમાં ધૈર્યરાજની સારવાર માટે 16 કરોડથી વધુનું દાન મળ્યું છે.

4) લોકોની દરિયાદિલીથી SMA-1 પીડિત ધૈર્યરાજની સારવાર શક્ય બનશે, રૂ. 16 કરોડનું દાન એકઠું થતાં ટેક્નિકલ પ્રક્રિયા પૂર્ણ કરી દવા મગાવાશે
અત્યંત રેર બીમારી (SMA)થી પીડાતા ધૈર્યરાજસિંહની સારવાર માટે વિદેશથી દવા મગાવવી જરૂરી હતી. મધ્યમવર્ગના પરિવાર માટે દવાના 16 કરોડ રુપિયા ભેગા કરવા સપના સમાન હતું, પણ એક મદદની હાકલને લોકોએ મન મૂકીને ધૈર્યરાજને દવા માટે મદદ કરવાનું શરૂ કરી દીધું હતું. 42મા દિવસે તેને 16 કરોડ રૂપિયાની મદદ પૂરી થઈ ગઈ છે, જેમાં 2 કરોડથી વધુ રોકડ પણ મદદના રૂપમાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) કોરોના વિસ્ફોટમાં ટેસ્ટિંગ માટે વેઇટિંગ, હોસ્પિટલમાં વેઇટિંગ, સ્મશાનમાં વેઇટિંગ ને મર્યા પછી અસ્થિ વિસર્જન માટે પણ ચાણોદમાં વેઇટિંગ!
એક વર્ષ બાદ રાજ્યમાં ચૂંટણી અને મેચના પાપે ફરી જીવલેણ બનેલા કોરાનાએ હાહાકાર મચાવ્યો છે. પ્રતિદિન કોરોનામાં લોકો મોતને ભેટી રહ્યા છે, ત્યારે હવે મૃત્યુ પછી પણ સ્વજનોની હાડમારી ઓછી થઈ રહી નથી. રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ અને હોસ્પિટલમાં દાખલ થવામાં લાંબું વેઈટિંગ હતું, પરંતુ હવે તો સ્થિતિ એ હદે વણસી છે કે સ્મશાનો અને કબ્રસ્તાનોમાં મૃતકોની અંતિમવિધિ માટે કતારો લાગી રહી છે. આટલું ઓછું હોય તેમ, મૃતદેહના અંતિમસંસ્કાર બાદ અસ્થિ વિસર્જન માટે મોક્ષ તીર્થ ગણાતા ચાણોદમાં પણ લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો