તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસમંજસ:રાજ્ય સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું, પણ 11મા ધોરણમાં પ્રવેશ માટે મૂંઝવણ ઊભી થઈ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • હાલમાં રાજ્યમાં 6 લાખ વિદ્યાર્થીને જ પ્રવેશ આપી શકાય એવી વ્યવસ્થા છે, બાકીના 3 લાખ માટે નવી વ્યવસ્થા કરવી પડશે
  • સરકારે તાત્કાલિક વર્ગ વધારીને નવા શિક્ષકોની ભરતી કરવી પડશેઃ કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશી

કોરોનાને કારણે ધોરણ 10ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી અને અંતે એને રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે એકસાથે પાસ થયેલા 9.5 લાખ વિદ્યાથીને આગળ પ્રવેશ કેમનો આપવો એને લઈને શિક્ષણ વિભાગ, વાલી અને શાળા-સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. સરકાર કોઈ યોગ્ય નિર્ણય નહીં કરે તો કોરોના કરતાં પણ ગંભીર પરિસ્થિતિ વિદ્યાર્થીઓ માટે સર્જાશે. સરકારના નિર્ણયથી વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન ના થાય એ જોવાનું રહેશે. હાલ તો શાળાઓમાં વર્ગ વધારીને નવા શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસે રજૂઆત કરી છે.

ધોરણ 11ના 6 લાખ વિદ્યાર્થી માટે જ વ્યવસ્થા
ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી છે, પરંતુ હવે બીજી તરફ તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 11મા પ્રવેશ આપવાને લઈને સવાલ ઊભા થયા છે. હાલ ગુજરાતમાં ધોરણ 11ના 6 લાખ વિદ્યાર્થીઓ માટે જ વ્યવસ્થા છે ત્યારે 9.50 લાખમાંથી 50 હાજર વિદ્યાર્થી ડિપ્લોમાં કે અન્ય ક્ષેત્ર પસંદ કરે તોપણ 9 લાખ વિદ્યાર્થીનો સવાલ ઊભો રહે.

9 લાખ વિદ્યાર્થીને પ્રવેશ આપવો એ અત્યારે સૌથી મોટી મૂંઝવણ છે ( ફાઈલ ફોટો)
9 લાખ વિદ્યાર્થીને પ્રવેશ આપવો એ અત્યારે સૌથી મોટી મૂંઝવણ છે ( ફાઈલ ફોટો)

ધોરણ 11ની પ્રવેશપ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થશે
6 લાખની વ્યવસ્થાની સામે 9 લાખ વિદ્યાર્થીને પ્રવેશ આપવો એ અત્યારે સૌથી મોટી મૂંઝવણ છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દેવામાં આવ્યું, પરંતુ તેમને માર્ક્સ કઈ રીતે આપવા તથા માર્ક્સ આપ્યા બાદ હોશિયાર વિદ્યાર્થી સાથે અન્યાય અને નબળા વિદ્યાર્થીને ફાયદો થાય એવી પણ પરિસ્થિતિ થશે અને આ પરિસ્થિતિને કારણે ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થશે.

માસ પ્રમોશનને લીધે સાયંસ પર ભારણ વધશે
ધોરણ 11માં સાયન્સ/કોમર્સ/આર્ટ્સ એમ ત્રણ અલગ અલગ ક્ષેત્રમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યારે કોઈ એક ક્ષેત્ર પર ભાર વધાવની પણ શક્યતા છે. વધુ વિદ્યાર્થીઓ સાયન્સક્ષેત્ર પસંદ કરે ત્યારે A અને B ગ્રુપમાં પ્રવેશ આપવા માટે પણ મુશ્કેલી થશે. માસ પ્રમોશનને કારણે કોમર્સ અને આર્ટસ ક્ષેત્રમાં ઓછા વિદ્યાર્થીઓ એડમિશન લેશે અને સાયન્સ પર ભારણ વધશે.

ધોરણ 11માં સાયન્સ/કોમર્સ/આર્ટ્સ એમ ત્રણ અલગ અલગ ક્ષેત્રમાં પ્રવેશ આપવામાં આવશે.
ધોરણ 11માં સાયન્સ/કોમર્સ/આર્ટ્સ એમ ત્રણ અલગ અલગ ક્ષેત્રમાં પ્રવેશ આપવામાં આવશે.

10 હજાર શિક્ષકોની ભરતી કરવી પડશે
આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે માસ પ્રમોશન આપ્યા બાદ સરકાર સામે ધોરણ 11માં પ્રવેશને લઈને સવાલ છે, પરંતુ સરકાર દ્વારા ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાસ વધારવામાં આવે તો મુશ્કેલી નહિ સર્જાય. ઉપરાંત સરકારે 6 લાખની જગ્યાએ 9 લાખ વિદ્યાર્થીને પ્રવેશ આપ્યા બાદ ભણાવવાના છે, જેથી તાત્કાલિક 10 હજાર જેટલા નવા શિક્ષકોની ભરતી કરવી પડશે. સૌથી મહત્ત્વનું છે કે ખાનગી શાળાઓ પર સરકારે અંકુશ રાખવો પડશે, કારણ કે ખાનગી શાળાઓ પરિણામ આવતાં જ એડમિશન આપવાનું શરૂ કરશે તો અન્ય વિધાર્થીઓ વંચિત રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...