વસ્ત્રાલના યુવકનો આપઘાત:એન્જિનિયરિંગ ફર્મ શરૂ કરનાર દેવું ન ભરી શકતા કન્ટ્રોલ રૂમમાં ઇ-મેઇલ કરી ફાંસો ખાઈ લીધો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ​​​​​​​સુસાઇડ નોટમાં ભાગીદારો સામે ગંભીર આરોપો લગાવી, પરિવારની માફી માગી

વસ્ત્રાલમાં એક યુવકે ભાગીદારીમાં એન્જિનિયરિંગ ફર્મ શરૂ કરી હતી. ભાગીદારોએ તેને દેવંુ ભરપાઈ કરવા માટે દબાણ કરતા આર્થિક તંગીમાં આવી ગયેલા યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

બનાવની વિગત એવી છે કે, મુળ માંડલના અને વસ્ત્રાલમાં સરિતા એપાર્ટમેન્ટમાં રહેતા રોનક બાબુલાલ પટેલે ગત 23 જુલાઈએ સાંજના સમયે પોતાના ઘરના બેડરૂમમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રોનકના મોત બાદ તેના પિતાના ધ્યાનમાં આવ્યું હતું કે તેણે મરતા પહેલા પોલીસ કન્ટ્રોલરૂમમાં ઈમઈલ કર્યો હતો. જેમાં તેણે ધવલભાઈ, કૃણાલભાઈ, મારૂતિભાઈ અને રાકેશ રસિકભાઈ ઉનડકટના કારણે આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

મૃતક રોનકે સ્યુસાઈડ નોટનો જે મેઈલ કર્યો હતો તેમાં તેણે તેની સમગ્ર આપવીતી અને જે કોઈ જવાબદાર ભાગીદારો સહિતાના લોકો હતા તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે રોનકના પિતાએ આ અંગે રામોલ પોલસ સ્ટેશનમાં તેમના પુત્રને આત્મહત્યા કરવા માટે પ્રેરવા બદલ ચારે સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

‘ભાગીદારોએ ફર્મ શરૂ કરવા લાલચ આપી’
મૃતક રોનકે સુસાઇડ નોટમાં રાકેશ ઉનડકટ, મારુતિભાઈ, કૃણાલભાઈ અને ધવલભાઈ નામના વ્યકિતઓને પોતાનાં મોત માટે જવાબદાર હોવાનું જણાવતા લખ્યું હતું કે, આ લોકોએ એન્જિનિયરિંગ ફર્મ શરૂ કરવા લાલચ આપીને ફર્મ શરૂ કરાવી તેઓ વગર પૈસૈ ભાગીદાર બન્યા હતા. કંપની માટે લોન લઈ મારા માથે દેવું નાખી દીધું હતું, જેના કારણે તેમને ધંધામાં નુકશાન વેઠવંુ પડયું હતંુ. આર્થિક તંગી અને આ લોકોના દબાણને કારણે તે કોઈને કશું કહી શકતા નહતા અને મુંઝવાતા હતા. બીજુ આ લોકોએ માર્કેટમાં પણ એવી અફવા ફેલાવી હતી કે રોનકભાઈ ભાગી ગયા છે. આ તમામ સ્થિતમાં કંટાળીને અંતિમ પગલંુ ભર્યંુ હતું. અને જવાબદાર લોકો સામે પગલાં લેવાની માંગણી કરી હતી.

અગાઉ બે વ્યક્તિઓને પણ ફસાવી હતી
મૃતક રોનકે રાકેશભાઈ ઉનડકટના નામ સાથે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે મારી સરકારને વિનંતી છે કે આવા ચાલાક માણસની ડીટેઈલમાં જાણકારી લઈને આવશ્યક પગલાં લેવા આ અગાઉ પણ લગભગ 2020માં તેમના ત્યાં કામ કરતા અજય સાગર અને સોહમ પંડયાને અલગ અલગ આરોપો લગાવી પેપરમાં નામ આપી વગોવી અને વખોડી કાઢયા હતા, તેવી રીતે મને પણ માનસિક રીતે પ્રેશરમાં લાવી આવું પગલું ભરવા મજબૂર કર્યો છે.

ફૂલ જેવા દીકરાને મૂકીને જવાનું મન નથી..
રોનક પટેલે પરિવાર માટે કંઈ કરી ન શકવાનો રંજ વ્યકત કરી લખ્યું છે કે, મને શકય હોય તો માફ કરજો ફૂલ જેવા દીકરા આરવ તથા આવા સરસ પરિવારને મૂકીને જવાનું મન થતું નથી, પરંતુ શંુ કરું ઘણા સમયથી આ બધું મેનેજ કરવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ ન કરી શક્યો. તનીકાનો હું ઋણી છું. મમ્મી પપ્પાને આ ઉંમરે આવી સ્થિતિમાં મૂકીને જાઉ છું તો મને ભગવાન માફ કરજે. મારી જવાબદારી પ્રમાણે હું કોઈના માટે કંઈ જ કરી શકયો તે બદલ પરિવારને વિનંતી કરું છું કે મને માફ કરજો.

અન્ય સમાચારો પણ છે...