• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Just Two Hours Before The Start Of Night Curfew In Ahmedabad, AMC Teams Force To Close Shops, Restaurants, Cafes, Tea Stalls Sparks Anger In Traders

રાત્રિ કર્ફ્યૂનો ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ શરૂ થવાના બે કલાક પહેલા જ AMCની ટીમોએ દુકાનો, રેસ્ટોરાં, કાફે, ટી સ્ટોલ બંધ કરાવી દેતા વેપારીઓમાં રોષ

અમદાવાદ8 મહિનો પહેલા
રેસ્ટોરાં, ખાણી-પીણીના બજારો બંધ કરાતી તસવીર
  • કર્ફ્યૂનો સમય ન હોવા છતાં દુકાનો, રેસ્ટોરાં, કાફે બંધ કરાવતા વેપારીઓ રોષે ભરાયા
  • AMCની ટીમોએ સીજી રોડ, ગોતા, એસજી હાઇવે, મણિનગર સહિતના વિસ્તારોમાં માર્કેટ બંધ કરાવ્યા

શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતાં કોર્પોરેશન તંત્ર કામે લાગી ગયું છે. કોરોનાના કેસો વધતા અટકાવવા અને કાબુમાં લેવા માટે અનેક પગલાંઓ લેવાના શરૂ કર્યા છે. કોરોનાના કેસો વધતા રાત્રિ કર્ફ્યૂનો સમય 9 વાગ્યાથી સવારે 6 સુધીનો કરાયો છે ત્યારે શુક્રવારે રાત્રે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ મેદાનમાં ઉતર્યું હતું. રાત્રે નવ વાગ્યાથી જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે મ્યુનિસિપલ માર્કેટ સીજી રોડ, ગોતા, એસજી હાઇવે, દિલ્લી દરવાજા રોડ, વિરાટનગર, મણિનગર વિસ્તારમાં દુકાનો, રેસ્ટોરાં, કાફે, ટી સ્ટોલ અને પાનના ગલ્લાઓ બંધ કરાવ્યા હતા.

કર્ફ્યૂના સમય પહેલા દુકાનો, રેસ્ટોરાં બંધ કરાવાઈ
રેસ્ટોરાં અને કેફેમાં બહાર લાગેલા ટેબલો પણ બંધ કરાવી દેવાયા હતા. ઘણા વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યૂ લાગવાના બે કલાક પહેલા જ AMCની ટીમો વિસ્તારમાં ઉતરી દુકાનો, રેસ્ટોરાં બંધ કરાવતાં વેપારીઓમાં રોષ ફેલાયો હતો. કર્ફ્યૂનો સમય ન હોવા છતાં દુકાનો બંધ કરાવતા વેપારીઓ રોષે ભરાઈ ગયા હતા. પરંતુ AMCના દંડની ધમકીઓ સામે વેપારીઓ બોલી શકતાં નથી.

કર્ફ્યૂના બે કલાક પહેલા રેસ્ટોરાં બંધ કરાવાતા વેપારીઓમાં રોષ
કર્ફ્યૂના બે કલાક પહેલા રેસ્ટોરાં બંધ કરાવાતા વેપારીઓમાં રોષ

પશ્ચિમ વિસ્તારમાં રોડ સૂમસામ બન્યા​​​​​​
આ પહેલા ગુરુવારે કર્ફ્યૂ દરમિયાન શહેરના પશ્ચિમ વિસ્તાર જ્યાં મોટી સંખ્યામાં લોકો બેસવા માટે એસ.જી. હાઇવે પર આવતા હતા, અલગ અલગ કેફે મોડી રાત સુધી લોકોની ભીડથી ભરેલા રહેતા હતા, હોટલ,રેસ્ટોરાં અને ઢાબા પર લોકોની અવરજવર રહેતી હતી એ તમામ જગ્યાઓ કર્ફ્યૂના સમય અગાઉ જ બંધ થઈ હતી. જ્યાં લોકોની ભીડ રહેતી હતી તેવા રોડ રસ્તા અને દુકાનો ખાલીખમ અને સૂમસામ બન્યા હતા. પેટ્રોલપંપ અને દવાની દુકાન સિવાય તમામ દુકાનો સંપૂર્ણ બંધ જોવા મળી હતી. રસ્તા પર ક્યાંક એકલદોકલ લોકો ચાલતા જોવા મળ્યા હતા, પરંતુ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન લોકો દેખાયા નહોતા.

અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં ખાણી-પાણી માર્કેટ બંધ કરાવતી AMCની ટીમો
અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં ખાણી-પાણી માર્કેટ બંધ કરાવતી AMCની ટીમો

પૂર્વ વિસ્તારમાં પોલીસ પણ મૂકપ્રેક્ષક બની
જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ગુરુવારે કર્ફ્યૂના સમયે વાહનોની એટલી અવરજવર હતી કે જરાય લાગે નહીં કે શહેરમાં રાત્રિ કર્ફ્યૂ છે. આ તમામની વચ્ચે પોલીસ પણ પસાર થઈ હતી, તેઓ માત્ર સાયરન વગાડીને લોકોને વોર્નિંગ આપી હતી પણ તેમણે કોઈની સામે કાર્યવાહી કરી નહોતી. તેઓ પણ મૂખપ્રેક્ષક બનીને આ બધી ગતિવિધિઓ નજરઅંદાજ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું. કોઈ જગ્યાએ પોલીસના ચેકપોઇન્ટ ન હતા એટલે લોકો બેફિકર થઈને ફરી રહ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા, કૃષ્ણનગર અને નિકોલમાં રાત્રિ કર્ફ્યૂને લઈને રોડ રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.