ફરિયાદ:રિક્ષાનો અવાજ થતાં ઊંઘ બગડવા મામલે મારામારી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોમતીપુરની ચાલીમાં રહેતા ઓટોરિક્ષા ચાલક રાતના સમયે મોડેથી રિક્ષા લઈ ચાલીમાં આવતા પાડોશીઓએ રિક્ષાચાલકની માતાને તમારો દીકરો કેમ રાત્રે મોડેથી ચાલીમાં તેની રિક્ષા લઈને આવે છે અમોને ઉંઘવામાં ખલેલ પડે છે તેમ કહી માર માર્યો હતો. આ અંગે રિક્ષાચાલકની માતાએ ત્રણ પાડોશીઓ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગોમતીપુરમાં નટવરલાલ વકીલની ચાલીમાં રહેતા ગીતાબેન દેવેન્દ્રભાઈ પરમારનો પુત્ર દિલીપ ઓટોરિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે.

ગુરુવારે રાતના 11 વાગ્યાના સુમારે ગીતાબેન તેમના ઘરે હાજર હતા ત્યારે તેમના ઘર પાસે ધવલ સોલંકી અને તેના મામા પૂનમભાઈ તથા નરેશભાઈ આવ્યા હતા અને ધવલે કહ્યું હતંુ કે ના પાડી તેમ છતાં તમારો દિકરો દિલીપ રાત્રે મોડેથી ચાલીમાં કેમ ઓટોરિક્ષા લઈને આવે છે . ત્યારબાદ ત્રણેયે ગીતાબેનને ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...