તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • The Son Of A Popular Builder Who Mortgaged The Membership Club Of Rajpath Club In Ahmedabad Has Now Been Issued A "no Entry" In The Club, The Management Has Issued A Notice To Explain.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DB ઈમપેક્ટ:અમદાવાદના રાજપથ ક્લબની મેમ્બરશિપ ક્લબ ગીરવે મૂકનાર પોપ્યુલર બિલ્ડરના પુત્રને હવે ક્લબમાં "નો એન્ટ્રી", મેનેજમેન્ટે ખુલાસો આપવા નોટિસ ફટકારી

અમદાવાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • પોપ્યુલર બિલ્ડર ગ્રુપના છગન પટેલના પુત્ર પ્રથમેશ પટેલે રાજપથ કલબની મેમ્બરશીપ કલબના નિયમ વિરુદ્ધ ગીરવે મૂકી હતું
 • મેમ્બરોએ રજીસ્ટર એડીથી પ્રમુખને પત્ર લખી પ્રથમેશ સામે કાર્યવાહી કરવા અને સભ્યપદ રદ કરવા સુધીની માગ કરી
 • આવા લોકોથી કલબની છબી ખરડાય અને ક્લબના નામે પૈસા પડાવતા હોવાનો મેમ્બરોનો આક્ષેપ

શહેરના પોપ્યુલર બિલ્ડર ગ્રુપના છગન પટેલના પુત્ર પ્રથમેશ પટેલે શહેરની પ્રતિષ્ઠિત ક્લબ એવી રાજપથ કલબની મેમ્બરશિપ ક્લબના નિયમ વિરુદ્ધ સાણંદના એક વ્યક્તિ પાસે ગીરવે મૂકી અને રૂપિયા લીધાં હોવાનો ક્લબના સભ્યોએ રાજપથ કલબના પ્રેસિડેન્ટ જગદીશ પટેલને પત્ર લખી જાણ કરી હતી. જે અંગે DivyaBhaskarમાં અહેવાલ પ્રસારિત થયો હતો. જેની ક્લબના મેનેજમેન્ટે ગંભીરતાથી નોંધ લઈ અને ક્લબના મેમ્બર પ્રથમેશ છગનભાઈ પટેલને શો-કોઝ નોટિસ ફટકારી છે અને જ્યાં આગામી નોટિસ ન મળે ત્યાં સુધી ક્લબમાં મેમ્બર અને ગેસ્ટ તરીકે આવવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

કલ્બે પ્રથમેશને શો-કોઝ નોટિસ ફટકારીને ક્લબમાં આવવાની મનાઈ ફરમાવી છે
કલ્બે પ્રથમેશને શો-કોઝ નોટિસ ફટકારીને ક્લબમાં આવવાની મનાઈ ફરમાવી છે

પ્રથમેશે ક્લબની મેમ્બરશિપ ગીરવે મૂકી હતી
ક્લબે પ્રથમેશને ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે, કલબની પ્રતિષ્ઠાને લઈ આ બાબતે ગંભીર નોંધ લેવાઈ છે. એપ્લિકેશન ફોર્મના કરાર, પ્રોવિઝન ઓફ કંપની એક્ટ 2013 અને મેમોરેન્ડ એન્ડ આર્ટિકલસ ઓફ એસોસિએશન ઓફ કંપનીનો ભંગ કર્યો છે. પોપ્યુલર બિલ્ડર ગ્રુપના છગન પટેલના પુત્ર પ્રથમેશ પટેલે શહેરની પ્રતિષ્ઠિત ક્લબ એવી રાજપથ કલબની મેમ્બરશિપ કલબના નિયમ વિરુદ્ધ સાણંદના એક વ્યક્તિ પાસે ગીરો ખત કરી અને મેમ્બશીપ ગીરો મૂકી હતી.

મેમ્બરોએ પ્રથમેશનો વિરોધ કર્યો હતો
ક્લબના મેમ્બરોએ પ્રમુખ જગદીશ પટેલને રજિસ્ટર એડી કરેલા પત્રમાં જાણ કરી હતી કે, રાજપથ ક્લબની છબી ખરડાય, ક્લબના નામે પૈસા પડાવી અને ક્લબના નિયમ વિરુદ્ધ પ્રથમેશ પટેલે ક્લબની મેમ્બશીપ વર્ષ 2018માં 100 રૂપિયાના ગીરો ખત પર મૂકી અને પૈસા લીધા છે. આ છેતરપિંડીના કારણે પ્રથમેશ સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે.

નિયમોના ઉલ્લંઘનને લઈ પત્ર લખ્યો હતો
રાજપથ ક્લબના મેમ્બરોએ પ્રમુખ જગદીશભાઈ પટેલને રજિસ્ટર એડીથી રાજપથ કલબના નામે પૈસા પડાવવા, ક્લબની છબી ખરડાવવા અને ક્લબના નિયમોના ઉલ્લંઘનને લઈ પત્ર મોકલ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, પ્રમુખ, સેક્રેટરી અને બોર્ડના ડિરેક્ટરના નેતૃત્વમાં કલબ સારી રીતે ચાલી રહી છે. આપણી ક્લબમાં અમદાવાદ શહેરમાં નામચીન અને ગુનાખોરીમાં આગવું નામ ધરાવતાં પોપ્યુલર બિલ્ડર પરિવારના લોકો સભ્ય છે. તેમાંના પોપ્યુલરના માલિક છગનભાઈ પટેલનો દીકરો પ્રથમેશ છગનભાઈ પટેલ (સભ્યપદ નંબર 26211) સભ્યપદનો ખોટો ઉપયોગ પૈસા પડાવવા કરે છે.

પ્રથમેશ 100ના સ્ટેમ્પ પેપર પર ગીરો ખત કર્યો હતો
પ્રથમેશ પટેલ સભ્યપદને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ગીરો ખત કરી અને લોકો પાસેથી પૈસા પડાવે છે. 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કોઈપણ રીતે ક્લબનું સભ્યપદ ગીરો ખત કરવું એ કલબના નિયમ વિરુદ્ધ છે અને આજ રીતે છેતરપિંડીના કારણે પ્રથમેશ છગનભાઈ પટેલ સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ છે. આ લોકો ક્લબને લાંછન લાગે તેવું કામ કરે છે. તો તેઓ પાસેથી આપએ ખુલાસો માગવો જોઈએ અને જરૂર પડ્યે પ્રથમેશ પટેલનું સભ્યપદ રદ કરવું જોઈએ. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જો આ લોકો પર કોઈ કાર્યવાહી નહિં થાય તો અમે મેમ્બરો ભેગા મળી અને મુહિમ ચલાવીશું અને સભ્યપદ રદ કરાવીશું.

મેમ્બરશિપ ટ્રાન્સફર કરવાની પ્રકિયા લાંબી છેઃ ક્લબ મેમ્બર
રાજપથ ક્લબના સભ્યએ નામ ન આપવાની શરતે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રથમેશે ક્લબની મેમ્બરશીપને સાણંદના વ્યક્તિ પાસે ગીરવે મૂકી અને રૂપિયા લીધા છે અને છેતરપિંડી પણ કરી છે. જેથી આ મામલે તેની સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં અરજી પણ થઈ છે. આ રીતે મેમ્બરશિપ ગીરવે મૂકી શકાય નહીં. મેમ્બરશિપને ટ્રાન્સફર કરવી હોય તો લાંબી પ્રક્રિયા હોય છે. જેમાં પ્રમુખ સહિત બોર્ડમાં રજૂઆત કરવી પડે છે. બાદમાં તેઓનો ઇન્ટરવ્યૂ થાય છે અને પછી મેમ્બરશિપ અન્યને વેચી શકાય છે. પરંતુ પ્રથમેશે તો મેમ્બરશિપ બીજાને ગીરો આપી છે, જેથી ક્લબના મેમ્બરોએ પત્ર લખી જાણ કરી છે. હજી તો આવી એક જ ગીરો ખત સામે આવ્યો છે. અન્યને પણ આ રીતે ડોક્યુમેન્ટ મૂકી પૈસા પડાવ્યા હોય શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો