જામીન મંજૂર:નકલી પોલીસ બનેલા ધોળકાના કોર્પોરેટરના પુત્રને જામીન મળ્યાં, કોંગી કોર્પોરેટરના પુત્ર સહિત 3 વાહન ચેક કરી નાણાં ઉઘરાવતા હતા!

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગી કોર્પોરેટરનો પુત્ર સહિત 3 રોડ પર ઊભા રહી વાહનો ચેક કરી નાણાં ઉઘરાવતા હતા

પોલીસ હોવાનો રોફ રાખી અને પોલીસકર્મી બની જાહેર રોડ પર લોકો પાસેથી પૈસા પડાવતા શખ્સોની પોલીસે ધરપકડ કરવાં જતાં તેઓ ની ધરપકડ કરી હતી.જેમાં સાકિબ હુસેન સાકિર મિયાં મલેક(વોર્ડ નંબર 5 કોંગ્રેસ કોર્પોરેટર નાં પુત્ર)ને રવિવારે જામીન મળતાં તેઓ છૂટી ગયો છે.

ઘટના ની વિગત એવી છે કે જેમાં શનિવારના રોજ ધોળકા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ જગદીશભાઈ ગણેશભાઈ તેમજ અજયભાઈ કલાભાઈ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જેમાં ખેડા બાવળા સર્કલ ઉપર ત્રણ ઈસમો પોલીસનો રોફ રાખી રોડ ઉપર રહીને આવતા-જતા વાહનોને ઊભા રાખીને નાણાં ઉઘરાવતા હતા.

પોલીસને જોઈને નકલી પોલીસ બનેલાં ત્રણ ઈસમો ઉભા રહીને વાહન ચેક કરી રહ્યા હતા તે જોતા જગદીશભાઈ ગણેશભાઈ અને અજયભાઈ કલાભાઈ આ ઈસમોને જોઈ ગયા જેમાં તે ઓળખી ગયા હતા. કે આ ત્રણ ઈસમો જેમાં મુકેશભાઈ વશરામભાઈ ઠાકોર રહે ધોળકા તથા અઝરુદ્દીન ઇક્રોમુદ્દીન બેલીમ રહે ધોળકા તેમજ સાકિબ હુસેન સાકિર મિયાં મલેકઆ ત્રણેયને તેઓ ઓળખી ગયા હતા. અને તેઓની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...