તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સસરાએ કારના ડાઉન પેમેન્ટ માટે આપેલા રૂ.1.50 લાખ જમાઈએ દારૂ પીવામાં ઉડાડ્યા

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ‘કેમ બાળક નથી રહેતું’ કહી ત્રાસ ગુજારતા સાસરિયા સામે સાબરમતીમાં ફરિયાદ
 • સસરાએ બે બેંકમાંથી લોન લઈને પૈસા આપ્યા, જેના હપતા સસરા જ ભરતા હતા

સ્કોર્પિઓ કારનું ડાઉન પેમેન્ટ ભરવાના બહાને જમાઈએ સસરા પાસેથી રૂ.1.50 લાખ લીધા હતા. આ પૈસા દારૂ પીવામાં વાપરી કાઢ્યા બાદ બીજા પૈસાની માગણી કરી પત્નીને મારઝૂડ કરતો હતો. તેમ છતાં દીકરીનો સંસાર બગડે નહીં એટલે પિતાએ 2 લોન લઈને જમાઇને પૈસા આપવા છતાં પતિ, સાસુ-સસરા,નણંદ-નણદોઈ, દિયર, ‘તને હજુ બાળક રહેતું નથી’ તેમ કહીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાથી મહિલાએ સાસરીના 7 સભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ચાંદખેડા આઈઓસી હોમ ટાઉનમાં રહેતા દીપિકા(27)ના લગ્ન 11 મે, 2018ના રોજ જિગર યોગેશ દવે સાથે થયાં હતાં. સિવિલ એન્જીનિયર જિગરને દારૂ પીવાની ટેવ હોવાથી તે અવારનવાર દારૂ પીને ઘરે આવતો અને ધમાલ કરતો હતો. શરૂઆતમાં જિગરે દીપિકાબેનને સારી રીતે રાખ્યા હતા. લગ્નના 6 માસ બાદ જિગરે સ્કોરપિઓ ખરીદવા માટે દીપિકાના પિતા પાસે રૂા.1.50 લાખ માગતા, પિતાએ તાજેતરમાં ગામડે વેચેલી જમીનના પૈસામાંથી 1.50 લાખ જિગરને આપ્યા હતા. જોકે જીગરે તે પૈસા દારૂ પીવામાં ઉડાવી દીધાં હતા. ત્યારબાદ જિગર, માતા રજનીબેન, પિતા યોગેશભાઈ, દિયર વિવેક, નણંદ પ્રિયંકા, નણદોઈ નીતિષ વગેરે મળીને, ‘તું દહેજમાં કશું લાવી નથી, બાળક રહેતું નથી’ તેમ કહીને પૈસા-દહેજ માટે દીપિકાને શારીરિક-માનસિક ત્રાસ આપતા.

સંસાર બગડે નહીં એટલે દીપિકાએ બેંકોમાંથી રૂ.70 હજારની લોન લઇને જીગરને પૈસા આપ્યા હતા. જેનો હપતો દીપિકાના પિતા ભરતા હતા. તેમ છતાં જિગરે દિપિકાને ગાળો બોલી, ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકતા આખરે દીપિકાઅે તમામ લોકો સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીના પતિ, સાસુ, સસરા, નણંદ-નણંદોઈ, દિયર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો