દાદાગીરી:પિતાએ 500 ન આપતાં પુત્રે ઘરનું એસી તોડી નાખ્યું, બેકાર દીકરો અવારનવાર પૈસા માગતો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાએ એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી

સરદારનગરમાં રહેતા વૃદ્ધની પાસે તેમના બેકાર દિકરાએ રૂ. 500ની માંગણી કરી હતી જેનો ઈન્કાર કરતા દિકરાએ પિતાની સાથે ઝઘડો કરીને ઘરમાં તો઼ડફોડ કરી એસી તોડી નાંખી પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પિતાએ પુત્ર વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સરદારનગર સિંધી કોલોનીમાં રહેતા અને માધુપુરા માર્કેટમાં કરિયાણું અને ડ્રાયફ્રૂટની દલાલીનું કામ કરતા દ્વારકાદાસ લાલવાની(ઉ.વ.61)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમનો દિકરો રાજેશ ઉર્ફે નંના(ઉ.26) કોઈ કામધંધો કરતો નથી અને તેમની પાસે પૈસાની માંગણી કરે છે .પૈસા ન આપવામાં આવે તો અવારનવાર ઝઘડો કરે છે.

રવિવારે રાત્રે એક વાગ્યાના સુમારે તેમનો દિકરો રાજેશ બહારથી ઘરે આવ્યો હતો અને તેમની પાસે રૂપિયા 500 ની માંગણી કરી હતી. જેથી દ્વારકાદાસે પૈસા આપવાની ના પાડતા તેણે ઝઘડો કર્યો હતો અને ઘરમાં પડેલા એસીની જાળી તોડી નાંખી ઘરમાં નુકશાન કર્યુ અને ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. આ અંગે દ્રારકાદાસે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...