25 જુલાઈને સોમવારે બરવાળાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી પહેલું મોત નોંધાયું હતું. ત્યારબાદ ધીરે-ધીરે મોતના આંકડામાં વધારો થયો હતો ને 26 તારીખને મંગળવારે મૃત્યુઆંક 55 હતો. એમ અત્યાર સુધીમાં કુલ 57 લોકોના મોત થયા છે. ત્યારે રાજ્ય સરકારે ગઠિત કરેલી SITની ટીમ આજે જે કંપનીમાંથી દેશીદારૂમાં મિલાવવા માટે મિથેનોલ ગયું હતું તે કંપનીમાં આરોપી સાથે પહોંચી છે. આ કંપનીમાં અધિકારીઓ હવે CCTV ફૂટેજ ચેક કરશે. કેમિકલ કઈ રીતે લોડ કરવામાં આવ્યું હતું. તેમજ બીજી કેટલી જગ્યાએ કેમિકલ જતું હતું તેની તપાસ કરશે.
તપાસ માટે CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યાં છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં અમદાવાદની AMOS કંપનીમાંથી મિથેનોલ ગયું હતું. તેની તપાસ માટે સરકાર દ્વારા રચવામાં આવેલી SITની ટીમ આરોપી જયેશને લઈને કંપનીમાં પહોંચી છે. કંપનીમાં SIT દ્વારા કેમિકલ કઈ રીતે લોડ કરવામાં આવ્યું હતું. તેમજ બીજી કેટલી જગ્યાએ કેમિકલ જતું હતું તેની તપાસ માટે CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યાં છે. ફેક્ટરીનો માલિક અને દારૂ બનાવનાર નજીકના સંબંધીઓ હોવાથી આ વેપાર ઘણા સમયથી ચાલતો હતો. જેના કારણે અનેક લોકો આવા મિશ્રિત દારૂ પીધો હોય તેવું પણ તપાસ કરવા માટે એસઆઇટીની ટીમ પહોંચી છે. આ રેકેટ કેટલા સમયથી ચાલતુ હતું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
લઠ્ઠાકાંડને લઈને ગૃહવિભાગની મોટી કાર્યવાહી
લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે. જે બાદ હવે સરકાર એક્શનમાં આવી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમા બોટાદના એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના SP વિરેન્દ્રસિંહ યાદવની પણ બદલી કરવામાં આવી છે. જ્યારે બોટાદ અને ધોળકાના dysp સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા છે. DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ કરાયા છે. આજે વધુ 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
હજુ 97 લોકો સારવાર હેઠળ: હર્ષ સંઘવી
બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો હતો. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બીજીતરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે, હજુ 97 લોકો સારવાર હેઠળ છે. બરવાળા કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાંડની માગણી કરી હતી જેકે કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.