તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ્યુઝિયમ વીક:શોર્ટ વીડિયો જણાવશે શહેરના 30 મ્યુઝિયમનો વારસો

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ટોય્ઝ મ્યુઝિયમમાં 300 જેટલાં અનોખા રમકડાંનો સંગ્રહ છે. - Divya Bhaskar
ટોય્ઝ મ્યુઝિયમમાં 300 જેટલાં અનોખા રમકડાંનો સંગ્રહ છે.
 • 11મેથી 17 મે દરમિયાન ટ્વિટર-ઈસ્ટ્રાગ્રામ પર થશે ‘મ્યુઝિયમ વીક’ની ઉજવણી
 • લૉકડાઉનના કારણે ઓનલાઈન પ્લેટફોર્મ પર ‘મ્યુઝિયમ વીક’નું સેલિબ્રેશન કરાશે
 • Museumamdavadના ટ્વિટર અને ઇન્સ્ટ્રાગ્રામ પેજ પર લોકો વીડિયો મોકલી શકશે

ઈતિહાસમાં બનેલી ઘટનાઓ અને તેની સાક્ષી પુરતી વસ્તુઓને ભાવી પેઢી સુધી પહોંચાડવાનું કામ સંગ્રહાલયો કરે છે. અમદાવાદીઓ માટે ગર્વ લેવા જેવી બાબત છે કે અમદાવાદમાં 30 જેટલા મ્યુઝિયમ્સ આવેલા છે. 11મીથી 17મી દરમિયાન અમદાવાદના આ સંગ્રહાલયો વિશે લોકો જાણે તે માટે મ્યુઝિયમ્સ અમદાવાદ દ્વારા ‘મ્યુઝિયમ્સ વીક’ની ઉજવણી કરાશે. આ સાથે અમદાવાદના જાણીતા મ્યુઝિયમ્સ વિશેના શોર્ટ વીડિયો, મ્યુઝિયમ્સ અંગેના જાણકારના ઓનલાઈન સેશન લઈને સંગ્રહાલયો વિશેની માહિતી શેર કરશે.
બે વર્ષમાં ત્રણ નવા સંગ્રહાલયો અમદાવાદમાં બન્યા છે
હેરિટેજ પ્રોફેશનલ અવનિ વારિયાએ મ્યુઝિયમ્સ વિશે કરેલા પોતાના સંશોધન વિશે જણાવતા કહ્યું કે, ‘મારા સંશોધન અને દસ્તાવેજીકરણ મુજબ અમદાવાદમાં 30થી વધુ સંગ્રહાલયો અને ખાનગી સંગ્રહો છે, દર વર્ષે સંખ્યા ઉમેરો થાય છે. મારી માહિતી મુજબ છેલ્લા 2 વર્ષમાં અમદાવાદમા 3 નવા સંગ્રહાલયો ઉમેરાયા છે. અમે અમદાવાદના સંગ્રહાલયોનો નકશો ડિઝાઇન અને પ્રકાશિત કર્યો છે, જેનુ પદ્મશ્રી કાર્તિકેય સારાભાઈ દ્વારા લોકાર્પણ થયું છે.
જેઠાભાઈ શેઠની હવેલીમાં સચવાયેલું છે 200 વર્ષ જૂનું બેલેન્સિંગ ટોય
જેઠાભાઇ શેઠની હવેલીમાં હેરીટેજ ટોય્સનું અનોખું મ્યુઝિયમ બન્યું છે. 300 વર્ષ જૂના આ મ્યુઝિયમમાં લાકડાં, માટી, સ્ટીલ, ચાંદી, પિત્તળ, કાગળ, વાંસ, માર્બલનાં ૩૦૦ જેટલા રમકડાંનો અનોખો સંગ્રહ છે. બ્રિટીશ શાસન વખતના રમકડાં હોય કે મરાઠા કાળનાં રમકડાં હોય આ મ્યુઝિયમ તમામ રમકડાંની ઝાંખી કરાવે છે. બ્રિટિશ શાસન વખતની 150 વર્ષ જુની ટીનની દેશી બગી, રોલ્સ રોય્સ ગાડી, ધરીવાળો ગુલાંટ મારતો વાંદરો, 200 વર્ષ જુની ચાંદીમાંથી બનેલી ઘોડાગાડી અને અન્ય મોંઘા રમકડાં, ઘરગથ્થા રમવાનો પિત્તળનો સેટ, જેમાં પાણીનો બંબો, ટિફિન, કીટલી, ચૂલો, ઓરસીયો, સાણસી સહિતના વાસણોનો સમાવેશ થાય છે. આ સાથે ચિંચુડાના સિદ્ધાંત પર કામ કરતું મરાઠા કાળનું ૨૦૦ વર્ષ જુનું બેલેન્સિંગ ટોય મ્યુઝિયમના ખાસ આકર્ષણો પૈકી એક છે.
અમદાવાદની ઓળખ બન્યાં છે 30 મ્યુઝિયમ્સ

 • લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ, એલ.ડી ઈન્ડોલોજી
 • એન.સી મહેતા આર્ટ ગેલેરી, એલ.ડી ઈન્ડોલોજી
 • કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ્સ, શાહિબાગ
 • શ્રેયસ ફોક મ્યુઝિયમ, શ્રેયસ ટેકરા
 • ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ, કઠવાડા
 • કોન્ફલિક્ટોરિયમ, મિરઝાપુર
 • સ્વામિનારાયણ મ્યુઝિયમ, નવરંગપુરા
 • કસ્તૂરભાઈ લાલભાઈ મ્યુઝિયમ, શાહિબાગ
 • નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, કાંકરિયા
 • આદિવાસી મ્યુઝિયમ, ગુજરાત વિદ્યાપીઠ
 • પતંગ મ્યુઝિયમ, સંસ્કાર કેન્દ્ર
 • ટોય મ્યુઝિયમ, ખાડિયા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો