તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોટર ફેસ્ટિવલ:હેરિટેજની નિશ્રા અને સંગીતના સૌંદર્યને એકસાથે પ્રેક્ષકો સુધી પહોંચાડવા કર્યું શુટિંગ

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઉસ્તાદ ફઝલ કૂરેશી(તબલાં), રાકેશ ચૌરસિયા (ફ્લૂટ), કૂતલેખાન (ગાયન), દિલશાદ ખાન (સારંગી) અને નવીન શર્માએ (ઢોલક) રાગ મલ્હારથી લઈને ફોક સંગીતની રજૂઆત કરી હતી. વાવના સાનિધ્યમાં અા તમામ કલાકારો જોઈ શકાય છે. - Divya Bhaskar
ઉસ્તાદ ફઝલ કૂરેશી(તબલાં), રાકેશ ચૌરસિયા (ફ્લૂટ), કૂતલેખાન (ગાયન), દિલશાદ ખાન (સારંગી) અને નવીન શર્માએ (ઢોલક) રાગ મલ્હારથી લઈને ફોક સંગીતની રજૂઆત કરી હતી. વાવના સાનિધ્યમાં અા તમામ કલાકારો જોઈ શકાય છે.
 • કોવિડ 19માં દેશનાં 5 આર્ટિસ્ટ અડાલજની વાવ પહોંચ્યા અને ક્લાસિકલ સંગીતના સૂર રેલાવ્યા
 • કોરોનાને લઈ સંગીત પ્રેમીઓ ઓનલાઈન પ્લેટફોર્મ પર અાજે વિનામૂલ્યે માણી શકશે ફેસ્ટિવલ

ક્લાસિકલ સંગીતના પાંચ આર્ટિસ્ટએ 10મા વૉટર ફેસ્ટિવલ માટે કોવિડના આ ચેલેન્જિંગ સમયમાં જરૂરી ચેકઅપ કરાવ્યું અને ફ્લાઈટ થકી અમદાવાદ આવ્યા તેમજ અડાલજની વાવ જઈને સવારથી રાત સુધીના શૂટિંગને અંતે સમગ્ર ફેસ્ટિવલ ડિઝાઈન થયો.આ સંગીતનો જલ્સો આજે માત્ર અમદાવાદીઓ જ નહીં સમગ્ર ઈન્ડિયા, અમેરિકા અને સિંગાપુર સહિતના દેશના સંગીત પ્રેમીઓ માણશે.ઉસ્તાદ ફઝલ કૂરેશી(તબલાં), રાકેશ ચૌરસિયા (ફ્લૂટ), કૂતલેખાન (ગાયન), દિલશાદ ખાન (સારંગી) અને નવીન શર્માએ (ઢોલક) પર રાગ મલ્હારથી લઈને ફોક સંગીતની રજૂઆત કરી. ક્રાફ્ટ ઑફ આર્ટના ઉપક્રમે છેલ્લા 10 વર્ષથી સ્થાપત્યના વારસાને આગળ ધપાવતાં અડાલજની વાવ અને સરખેજ રોઝા સહિતના મોન્યુમેન્ટ્સ ખાતે વૉટર ફેસ્ટિવલ યોજાય છે ત્યારે આ વર્ષે કોવિડ-19ના કારણે આ વર્ષે ઓનલાઈન પ્લેટફોર્મ પર સાંજે 6.30 વાગે આ ફેસ્ટિવલ યોજાશે. સંગીત પ્રેમીઓ આ ફેસ્ટિવલમાં વિનામૂલ્યે જોડાઈ શકે છે.

1 કલાકનું પરફોર્મન્સ, 48 કલાકનું આયોજન
એક કલાકારે કોઈ પણ પરિસ્થિતીમાં તેના મનગમતા વાદ્ય સાથે સંગીત પ્રસ્તુત કરવા હંમેશા તૈયાર રહેવાનું હોય છે. અમે તમામ પાંચ આર્ટિસ્ટ કોવિડ ટેસ્ટની પ્રક્રિયામાંથી પસાર થઈને મુંબઈથી અમદાવાદ પાસે અડાલજની વાવ ખાતે પહોંચ્યા હતાં. વાવ ખાતે કલાકનું શૂટ કરવાનું હતું છતાં 48 કલાકનો સમય થયો હતો. હોટેલ સ્ટે અને આવન જાવનમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરાયું હતું. - ઉસ્તાદ ફઝલ કૂરેશી, તબલાંવાદક

સરખેજ રોઝા, ત્રણ દરવાજામાં પણ થયું હતું આયોજન
અમદાવાદીઓ આપણા સ્થાપત્યના વારસાને નજીકથી માણી શકે તે માટે ક્રાફ્ટ ઑફ આર્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી ફેસ્ટિવલ યોજાય છે. અત્યાર સુધી અડાલજની વાવ ઉપરાંત, સરખેજ રોઝા, ત્રણ દરવાજા, ખાન મસ્જિદ, રાણકી વાવ સહિતના પ્લેસ ઉપર દેશના જાણીતા આર્ટિસ્ટ સંગીતના સૂર રેલાવી ચૂક્યાં છે. જેનો 1 લાખ કરતાં વધારે લોકોએ લાભ લીધો છે. જોકે, આ વખતે લોકોની ઉપસ્થિતિમાં આ ફેસ્ટિવલનું આયોજન શક્ય ન હતું એટલે અમે થોડાક દિવસ પહેલાં જ તમામ આર્ટિસ્ટને લઈને અડાલજ ગયા હતાં. - બિરવા કૂરેશી, ક્રાફ્ટ ઑફ આર્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો