CEOનો આશાવાદ:રાજ્યના GDPમાં ટૂરિઝમ સેક્ટરનો હિસ્સો ડિસેમ્બર સુધી 10.2 ટકા થશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુનિ. એક્ઝિબિશન હોલમાં શરૂ થયેલા ટૂરિઝમ ફેરમાં ફેરફેસ્ટના CEOનો આશાવાદ
  • એપ્રિલ-જૂનના પ્રથમ ક્વાર્ટરમાં અમદાવાદ એરપોર્ટ પર 21 લાખ પેસેન્જર નોંધાયા

કોરોનાકાળ બાદ તમામ નિયંત્રણો દૂર થતાં ગુજરાત સહિત દેશભરમાં ટૂરિઝમ સેક્ટરને ફરીથી વેગ મળ્યો છે. જોકે કેટલાક પશ્ચિમી દેશોમાં હાલ પણ વિઝા નિયંત્રણ અને અન્ય સમસ્યા હોવાથી લોકો દેશમાં જ ફરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જ્યારે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ટૂરિઝમ સ્થળો હોવાથી અહીં ફરવા આવનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે, જેના કારણે ગુજરાતના જીડીપીમાં ટૂરિઝમ સેક્ટરનો હિસ્સો વર્ષ 2015ના 5 ટકાથી વધીને 2022 સુધીમાં 10.2 ટકા સુધી થવાની શક્યતા છે.

વિવિધ ટ્રાવેલ એસોસિએશન તેમ જ રાજ્યોના ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના સહયોગથી ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન હોલમાં 8 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસીય ટ્રાવેલ ટૂરિઝમ ફેરનો પ્રારંભ થયો છે, જેમાં 22 રાજ્યો ઉપરાંત નેપાળ, તૂર્કી અને યુએઈ સહિત ટૂર ઓપરેટર્સ, હોટેલ, રિસોર્ટ વગેરે જોડાયા છે.

ફેરફેસ્ટ લિમિટેડના ચેરમેન, સીઈઓ સંજય અગરવાલ જણાવ્યું કે, વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન) સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં 194 ટકાનો વધારો થવાની સાથે કુલ 21.2 લાખ પેસેન્જરો નોંધાયા છે. શહેરમાં ઓક્યુપેન્સી સ્તર 75 ટકા જેટલું રહેતા હોટેલના રૂમ ભાડામાં પણ વધારો થયો હતો. અગાઉ એવરેજ ડેલી રેટ્સ (એડીઆર) રૂમ દીઠ એક રાતના રૂ.2900 હતા જે વધીને રૂ.5500 સુધી પહોંચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...