તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:કોરોના કેસ વચ્ચે SGST કરદાતાને એસેસમેન્ટ માટે રૂબરૂ બોલાવાય છે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસેસમેન્ટની મુદત 31 ડિસેમ્બર છે છતાં દબાણ કરાતું હોવાનો આક્ષેપ
  • કરદાતાને બોલાવીને કર્ફ્યૂમાં મોડે સુધી બેસાડી રખાતા હોવાની રજૂઆત

ગુજરાત સેલટેક્સ બાર એસોસિએશનને સ્ટેટ જીએસટીના ચીફ કમિશનરને રજૂઆત કરી છે કે, વર્ષ 2016-17 અને 17-18ની વેટ એસેસમેન્ટ પ્રક્રિયા થોડા સમય માટે લંબાવવામાં આવે. આ એસેસમેન્ટ પૂરું કરવાની અંતિમ મુદત 31 ડિસેમ્બર છે. પરંતુ ડિપાર્ટમેન્ટે ઇન્ટર્નલ સૂચના આપીને અધિકારીઓને 30 નવેમ્બર પહેલાં પૂર્ણ કરવા જણાવ્યું છે. અધિકારીઓ આ 15 મહિનાના વેટની આકારણી પૂર્ણ કરવા માટે વેપારી-કરદાતા પર દબાણ કરી રહ્યા છે.

શહેરમાં કોરોનાના કેસ પીક પર છે ત્યારે વેપારીઓએ પોતાના ચોપડા, બિલો અને વકીલો અને એકાઉન્ટન્ટ સાથે વેટ ડિપાર્ટમેન્ટમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. વેટ ડિપાર્ટમેન્ટની મોટા ભાગની ઓફિસ અપનાબજાર અને રિલીફ રોડ પર આવેલી છે. જેને લઇને વેપારીઓ અને વકીલોમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇને ડર લાગી રહ્યો છે. અધિકારીઓ વેપારીઓને ડિપાર્ટમેન્ટમાં બોલાવી રાત્રિના 8 થી 9 વાગ્યા સુધી બેસાડી રખાય છે. જેથી અધિકારીઓને કર્ફયૂમાં ઘરે જવા માટે વિનંતી કરવી પડે છે. જ્યારે ડિપાર્ટમેન્ટને સેનિટાઈઝ નથી. વધારામાં સ્ટેટ જીએસટી અપીલ દ્વારા વેપારીઓને નોટિસ આપીને વર્ષ 2014-15ના હિયરિંગ માટે ડોક્યુમેન્ટ લઇને હાજર થવા માટે કહેવાયું છે. હાજર ન થાય તેવા કિસ્સામાં અપીલને એક્સ પાર્ટી કરીને ઓર્ડર કરી દેવાય છે.

કોરોનાકાળમાં સરકારે જરૂર વગર બહાર નીકળવા પર મનાઇ ફરમાવી છે, ત્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રકારની કાર્યવાહીને લઇને વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે. આમ વેપારીઓ અને કન્સલ્ટન્ટની માંગણી છે કે આ કોવિડની પરિસ્થિતિમાં બે મહિનાનો સમય અપાય, જેથી કરદાતા પોતાનો પક્ષ રજૂ કરી શકે.

અન્ય સમાચારો પણ છે...