તત્કાલીન કોર્પોરેટરના ઘરે હુમલાનો કેસ:હાર્દિક પટેલ સહિત 21 લોકોને સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી દીધા

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાર્દિક પટેલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હાર્દિક પટેલ - ફાઇલ તસવીર
  • મેટ્રો કોર્ટના હુકમને પડકારતી સરકારની રિવિઝન અરજી માન્ય

પાટીદાર અનામત આંદોલન વખતે રામોલમાં તત્કાલીન કોર્પોરેટરના ઘરે થયેલા હુમલાના કેસમાં હાર્દિક પટેલ સહિત 21 લોકો વિરુદ્ધ નોંધાયેલા કેસ પરત ખેંચવાની અરજી મેટ્રો કોર્ટે નામંજૂર કરી હતી. આ હુકમને એડિ. સેશન્સ જજ પી. એન. રાવલે રદ કરી તમામ લોકોને બિનતહોમત છોડી દેવાનો હુકમ કર્યો છે. કોર્ટે રાજ્ય સરકાર દ્વારા કેસ પરત ખેંચવાની રિવિઝન અરજી ગ્રાહ્ય રાખતાં હાર્દિક પટેલને મોટી રાહત મળી છે.

સરકારે કેસ પરત ખેંચવાની કરેલી અરજીઓ ગ્રાહ્ય રાખી કોર્ટે 10 કેસનો નિકાલ કર્યો છે. 2017માં પાટીદાર આંદોલન વખતે રામોલમાં તત્કાલીન કોર્પોરેટરના ઘરે ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં રામોલ પોલીસે હાર્દિક પટેલ સહિત 21 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. રામોલ પોલીસે નોંધેલો આ કેસ પરત ખેંચવાની અરજી મેટ્રો કોર્ટમાં સરકારે કરી હતી, જેને 25 એપ્રિલે નામંજૂર કરાઈ હતી. મેટ્રો કોર્ટના હુકમને સેશન્સ કોર્ટમાં પડકારાયો હતો. અરજીની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, મેટ્રો કોર્ટે ભૂલભરેલો હુકમ કર્યો છે. આ કેસમાં પબ્લિક પ્રોપર્ટીને નુકસાન થયું નથી. મેટ્રો કોર્ટે કલેક્ટર અને ગૃહ વિભાગનો પત્ર અરજી સાથે મૂકેલા છતાં મેટ્રો કોર્ટે અરજી નામંજૂર કરી હતી.

અગાઉ આ બાબતે સમાધાન કરાયું હતું
કોર્ટે નોંધ્યું છે કે, મેટ્રો કોર્ટે કરેલા હુકમમાં કારણ નીતિની વિરુદ્ધ હોવાનું નહિ, પરંતુ લોકશાહીના હિતમાં નહિ હોવાને કારણે અરજી નકારી હતી. આ કેસમાં પબ્લિક પ્રોપર્ટીને નુકસાન થયું હોવાનું ફલિત થતું નથી. કોર્ટે નોંધ્યું છે કે, ટ્રાયલ કોર્ટે સત્તા યોગ્ય રીતે વાપરી છે કે કેમ? તથા તે સામાન્ય ન્યાય પ્રણાલીથી વિરુદ્ધ છે કે કેમ? તથા તે યોગ્ય કારણસર પરત ખેંચવા અપાય છે કે બદઇરાદાપૂર્વક અપાય છે તે કોર્ટે તેમને મળેલી અબાધિત સત્તામાં ચકાસવાનું હતું.

અન્ય સમાચારો પણ છે...