અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ:સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે 49 દોષિત વતી દલીલ થશે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ફાઇલ તસવીર
  • આરોપીના વકીલ ઓછી સજાની દલીલ કરશે
  • કોર્ટે સિરિયલ બ્લાસ્ટને આતંકી કૃત્યુ માન્યું છે

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સ્પેશ્યલ કોર્ટમાં ગત આઠમી ફેબ્રુઆરીના રોજ ચુકાદો આપાયા બાદ શુક્રવારે દોષિતો તરફથી સજા મામલે દલીલો કરવામાં આવશે. 49 દોષિતોને સજા ફરમાવતાં પહેલાં આરોપીઓના વકીલોએ સજા ઓછી કરવા અને દયા દાખવવા સુધીના મુદ્દા પર દલીલોઓ કરશે. તેમના પરિવારની સ્થિતિ અને તેમના તબીબી રિપોર્ટને પણ રજૂ કરવામાં આવશે. આરોપીઓ સામે બ્લાસ્ટ કેસમાં શું ભૂમિકા છે? કેટલા ગુના છે? અન્ય કોઇ ગુનામાં તે આરોપી છે કે કેમ ? તે તમામ પાસાં પર દલીલો કરવામાં આવશે. દોષિત ઠરેલા 49 આરોપીઓ માટે દલીલો કરવાની હોવાથી સજા જાહેર થવાની શકયતા ઓછી છે.

દોષિતો સામે લાગેલી કલમો હેઠળ ફાંસી, આજીવન કેદ સહિતના ગુનામાં ઓછામાં ઓછી સજા ફરમાવવામાં આવે તે માટે દલીલો કરાશે, જ્યારે સરકાર તરફથી પણ આ અંગે દોષિતોને વધુમાં વધુ સજા ફરમાવવા માટે રજૂઆત કરવામાં આવશે. કોર્ટે આતંકીકૃત્ય માન્યું હોવાથી દોષિતો પ્રત્યે સહાનુભૂતિ નહીં દાખવવા અંગે પણ રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...