તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં 144મી રથયાત્રા:સિનિયર સિટિઝન બોલ્યા, ‘પ્રભુ આવતા વર્ષે જરૂર દર્શન આપજો’; કર્ફ્યૂના કારણે કોટ વિસ્તારના લોકો રથયાત્રામાં જોડાઈ ન શક્યા

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈતિહાસમાં પહેલી વખત કર્ફ્યૂમાં માત્ર પોલીસની હાજરી વચ્ચે રથયાત્રા યોજાતા ભક્તોમાં દુ:ખની લાગણી હતી. 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓની વચ્ચે યોજાતી રથયાત્રા આ વખતે માત્ર 23 હજાર પોલીસની વચ્ચે સંપન્ન થઈ હતી. રાયખડ, ખાડિયા, રાયપુર, સારંગપુર, સરસપુર અને શાહપુર, ઘીકાંટામાં રથોનું દર વર્ષે ભવ્ય સ્વાગત થતું હોય છે. આ વર્ષે કોરોનાને કારણે લોકો ભગવાનના દર્શન કરી શક્યા નહોતા. કેટલાક સિનિયર સિટિઝને ટકોર કરી હતી કે પ્રભુએ બે વર્ષથી રાહ જોવડાવી છે. આવતાં વર્ષે ચોક્કસ દર્શન આપશો.

અન્ય સમાચારો પણ છે...