ગુજરાતમાં કોરોના દર્દી 95% ઘટ્યા:બીજી લહેર 3 મહિનામાં નબળી પડી; રાજ્યમાં મોત પણ 94% ઘટ્યાં, પહેલી લહેર 8 મહિના ચાલી હતી

અમદાવાદ, નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બસ કરો! તમે મજબૂર છો પણ કોરોના નથી - સુરતમાં બસમાં ક્ષમતા કરતા બમણા મુસાફરો - Divya Bhaskar
બસ કરો! તમે મજબૂર છો પણ કોરોના નથી - સુરતમાં બસમાં ક્ષમતા કરતા બમણા મુસાફરો
  • ગુજરાત સહિત દેશભરમાં કોરોનાથી રાહત, દેશમાં કેસ 79% ઘટ્યા
  • ગુજરાતમાં 24 કલાકમાં 695 કેસ, 11 લોકોના મોત, 2122 દર્દી સાજા થયા, એક્ટિવ કેસ 14,724 નોંધાયા છે
  • 29 એપ્રિલ 2021ના રોજ સૌથી વધુ 180 મોત રાજ્યમાં નોંધાયા હતા, આ અત્યાર સુધીના સૌથી વધુ મોત છે.

આજે રાજ્યમાં કોરોનાના નવા 695 કેસ નોંધાયા છે જ્યારે 11 મૃત્યુ થયા છે. ગત 10 માર્ચના રોજ 700થી નીચે કેસ નોંધાયા હતા. અામ 91 દિવસ બાદ 700થી નીચે કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કેસ 95 ટકા જેટલા ઘટી ગયા છે. બીજી લહેર 3 મહિનામાં નબળી પડી છે. જ્યારે દેશમાં કોરોનાના કેસમાં 79 ટકાનો ઘટાડો નોંધાયો છે. મંગળવારે 86498 કેસ નોંધાયા હતા. રિકવરી રેટ 94.29 ટકા પર પહોંચ્યો છે. કુલ કેસની સંખ્યા 8 લાખથી ઉપર થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 7.93 લાખ થઇ છે.

રાજ્યમાં કોરોનાના પહેલા બે કેસ 2020ની 19મી માર્ચે નોંધાયા હતા. એ પછી કેસો વધતા ગયા હતા અને 2020ની 27મી નવેમ્બરે સૌથી વધારે 1607 કેસ નોંધાયા હતા. પછી કેસ ઘટવાના શરૂ થયા હતા અને ગત 8મી ફેબ્રુઆરીએ સૌથી ઓછા 232 કેસ નોંધાયા હતા. ફરી 9મી ફેબ્રુઆરીથી કેસ વધવાના શરૂ થયા હતા અને સૌથી વધુ 14605 કેસ 30મી એપ્રિલે નોંધાયા હતા. પછી કેસ ઘટવાની શરૂઆત થઇ હતી અને 40 દિવસમાં જ રોજના નવા કેસની સંખ્યા 700થી પણ નીચે આવી ગઇ છે. એટલે કે કોરોનાની પહેલી લહેર 11 મહિના સુધી ચાલી હતી જ્યારે બીજી લહેર 4 મહિનામાં જ ખતમ થઇ છે. ગત 19 માર્ચે કોરોનાને ગુજરાતમાં એક વર્ષ થયું ત્યારે એક વર્ષમાં કોરોનાના 2.80 લાખ કેસ થયા હતા. 2.72 લાખ દર્દીઓ કોરાના સામે જીતી ગયા હતા જ્યારે 4400 લોકો જીંદગીનો જંગ હારી ગયા હતા.

10 દિવસમાં ટેસ્ટિંગમાં 35 ટકાનો ઘટાડો

તારીખટેસ્ટ
7 જૂન64822
6 જૂન73275
4 જૂન82901
1 જૂન82828
30 મે91905
28 મે103699

​​​​​​​પહેલી લહેરમાં 27 નવેમ્બરે સૌથી વધુ કેસ, બીજીમાં 30 એપ્રિલે

તારીખ19 માર્ચ27 નવેમ્બર8 ફેબ્રુઆરી30 એપ્રિલ8 જૂન
દૈનિક કેસ2160723214605695
મૃત્યુ016117311
એક્ટિવ કેસ214732216014204614724
કુલ રિકવર0186446257120418548793028

​​​​​​​

રાહતની વાત- ડરો નહીં, ત્રીજી લહેરમાં બાળકો પર ગંભીર અસરની અાશંકા નથીઃ ડૉ. ગુલેરિયા
​​​​​​​​​​​​​​
દેશમાં કોરોના મહામારીની બીજી લહેર હજુ ખતમ નથી થઈ, ત્યાં નિષ્ણાતો ત્રીજી લહેરમાં સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થશે એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. આ અંગે દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે, બાળકોને લઈને ગભરાવાની जरूજરૂર नथનથી, સાવચેત રહેવાની જરૂર છે. ત્રીજી લહેરમાં બાળકોને ગંભીર રીતે અસર થશે એવા કોઈ પુરાવા ભારત કે વિશ્વના ડેટા પરથી મળતા નથી. બીજી લહેરમાં પણ જે બાળકો સંક્રમિત હતાंં, તેમને સામાન્ય લક્ષણો જ હતાં. એટલું જ નહીં, તેમાંના અનેક પહેલેથી જ ગંભીર બીમારીથી પીડાતા હતાં. ઉલ્લેખનીય છે કે ત્રીજી લહેરમાં બાળકોને અસર થશે તેવા અહેવાલો વારંવાર પ્રસિદ્ધ થતાં ડૉ. ગુલેરિયાએ રાહત મળે તેવી જાહેરાત કરતા લોકોને હવે શાંતિ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...