• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Second Wave Had A Maximum Of 14,605 Cases, Breaking The Record At 8 Months; The Number Of Cases In 14 Districts Has Gone Up To 3 Figures

રાજ્યમાં કોરોના સંક્રમણની સુનામી:બીજી લહેરમાં સૌથી વધુ 14,605 કેસ હતા, 8 મહિને આ રેકોર્ડ તૂટ્યો; 14 જિલ્લામાં કેસની સંખ્યા 3 આંકડાની થઈ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજ્યમાં 17 હજારથી વધુ કેસ છતાં ગંભીર દર્દીની સંખ્યા માત્ર 113
  • અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં શહેરોમાં પણ સર્વાધિક કેસ

રાજ્યમાં મંગળવારે રેકોર્ડબ્રેક 17,119 કેસ નોંધાયા હતા, જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જારી યાદી મુજબ રાજ્યમાં કોરોનાથી 10 મોત થયા હતા. રાજ્યમાં છેલ્લે 30 એપ્રિલ 2021ના રોજ 14,605 કેસ નોંધાયા હતા. એ પછી સતત કેસમાં ઘટાડો થયો હતો. 19 સપ્ટેમ્બરે રાજ્યમાં માત્ર 8 કેસ નોંધાયા હતા.

સોમવારે રાજ્યમાં 12,753 કેસ નોંધાયા હતા, જેમાં બીજા દિવસે 4,366 કેસનો ઉમેરો થયો છે. રાજ્યમાં મંગળવારે 7,883 દર્દીને રજા આપવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 79,600 થઈ છે. જેમાં 113 દર્દીની હાલત ગંભીર છે. રાજ્યમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 5 દર્દીના મોત થયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં 3, ભાવનગર અને વલસાડમાં 1-1 દર્દીનું મોત થયું હતું.

રાજ્યમાં એક દિવસમાં નોંધાતા કેસ આ રીતે વધ્યા

તારીખકેસ
25 સપ્ટેમ્બર 20201442
27 નવેમ્બર1607
18 ડિસેમ્બર1075
12 એપ્રિલ 20216021
19 એપ્રિલ11403
30 એપ્રિલ14605
15 મે9061
4 જાન્યુઆરી 20222265
5 જાન્યુઆરી3350
7 જાન્યુઆરી5396
12 જાન્યુઆરી9941
16 જાન્યુઆરી10150
17 જાન્યુઆરી12,753
18 જાન્યુઆરી17,119
  • પ્રથમ લહેર - 1,607 કેસ, 27 નવે.2020
  • બીજી લહેર - 14,605 કેસ, 30 એપ્રિલ 2021
  • ત્રીજી લહેર - 17,119 કેસ, 18 જાન્યુઆરી 2022

આ શહેરોમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ

શહેરનવા કેસ
અમદાવાદ5,998
સુરત3,563
વડોદરા1,670
રાજકોટ1,336
ગાંધીનગર483
મોરબી318
નવસારી300