જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રચાયેલી સીટની બેઠકમાં એક જ દિવસમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં જમીનની છેતરપિંડી અને ખોટા પુરાવા ઉભા કરવાના 69 કેસમાંથી 65 કેસનો નિકાલ કરાયો છે. છેલ્લા નવ વર્ષમાં કુલ 1524 કેસમાંથી 1394 કેસનો નિકાલ થયો હતો અને 130 કેસ પેન્ડિંગ હતાં. દોઢ મહિનામાં સીટની ચાર બેઠક મળતા મોટાભાગના કેસનો નિકાલ થઈ ગયો હતો.
પ્રતિવર્ષ દોઢથી 200 અરજીઓ આવી
કલેક્ટર ધવલ પટેલની અધ્યક્ષતામાં રચાયેલી જિલ્લા જમીન તકેદારી સમિતિ (સીટ)ની બેઠકમાં પ્રાંત અધિકારીઓ ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહે છે. તમામ અધિકારીઓની હાજરીમાં ખોટી સહીં અગુંઠાથી ખોટા પાવર ઓફ એટર્ની અને જમીન મિલ્કતની તબદીલી ઉપરાંત 420, છેતરપિંડીના કેસ, ખોટા દસ્તાવેજો ઉભા કરવાના કેસ, દસ્તાવેજોમાં ખોટી સહીં કરવાના કેસ કેસોની ચર્ચા થાય છે.
દોઢ મહિનામાં સીટની ચાર બેઠક મળતા મોટાભાગના કેસનો નિકાલ
જેમાં છેલ્લા દોઢ મહિનામાં મળેલી ચાર બેઠકો તા. 2, 14 અને 28 ફેબ્રુઆરી અને 14 માર્ચના રોજ મળેલી બેઠકમાં 349માંથી 311 અરજીઓનો નિકાલ કર્યો હતો. જ્યારે 38 અરજીઓ પ્રાંત અને પોલીસ રિપોર્ટ ઉપરાંત પુન: તપાસ અને વધુ તપાસ જેવા કારણોના લીધે પેન્ડિંગ રહ્યા હતાં. વર્ષ 2015થી અત્યાર સુધીમાં પ્રતિવર્ષ દોઢથી 200 અરજીઓ આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.