તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Even Though The Schools Were Not Running, Anand Niketan School Collected Thousands Of Rupees In The Name Of Food And Transport And Did Not Refund.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:સ્કૂલો ચાલુ નહોતી છતાં અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલે ફૂડ અને ટ્રાન્સપોર્ટના નામે હજારો રૂપિયા ફી ઉઘરાવી રિફંડ ના કરી

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
આનંદ નિકેતન સ્કૂલની ફાઈલ તસવીર - Divya Bhaskar
આનંદ નિકેતન સ્કૂલની ફાઈલ તસવીર
  • સ્કૂલે એડવાન્સમાં ફૂડ અને ટ્રાન્સપોર્ટ ફી ઉઘરાવી તેને વર્ષ થવા છતાં હજુ રિફંડ અપાયું નથી.
  • 1 વર્ષ પહેલા સ્કૂલ તરફથી વાલી પાસેથી વધારાની રૂ.21,750 ફી લીધા બાદ પરત કરાઈ નથી

કોરોના વાયરસને મહામારીનો એક વર્ષ કરતા પણ વધુ સમય થયો છે. ત્યારે ગત વર્ષથી સ્કૂલો બંધ રાખવામાં આવી છે અને શિક્ષણ ઓનલાઇન કરી દેવામાં આવ્યું છે. પરંતુ ઓનલાઇન શિક્ષણ હોવા છતાં આનંદ નિકેતન સ્કૂલ દ્વારા વિદ્યાર્થી પાસેથી કોરોના અગાઉ ફૂડ અને ટ્રાન્સપોર્ટ ફીના 21 હજાર કરતા વધુ રકમ લેવામાં આવી હતી. જે પરત કરવામાં આવી નથી.

2020માં ભરેલી એડવાન્સ ફી હજુ પરત નથી મળી
શીલજ કેમ્પસમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં 7માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ ગત વર્ષે કોરોના શરૂ થયો તે અગાઉ 18 માર્ચ, 2020એ સ્કૂલની ફી ભરી હતી. આ સ્કૂલની ફીમાં 10250 રૂપિયા ફૂડ ફી અને 11450 ટ્રાન્સપોર્ટ ફી ગણવામાં આવી હતી. પરનું કોરોનાના કેસ વધતા લોકડાઉન આપવામાં આવ્યું હતું.

સ્કૂલ દ્વારા એડવાન્સમાં લેવાયેલી ટ્રાન્સપોર્ટ ફીની રીપીપ્ટ
સ્કૂલ દ્વારા એડવાન્સમાં લેવાયેલી ટ્રાન્સપોર્ટ ફીની રીપીપ્ટ

વાલીઓએ ફૂડ અને ટ્રાન્સપોર્ટ ફી ભરી હતી
તે દરમિયાન ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું હતું બાદમાં પરિસ્થિતિ સુધરી નહોતી જેથી સમગ્ર વર્ષ દરમિયાન ઓનલાઇન શિક્ષણ ચાલ્યું હતું. જેથી વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી મળતી ટ્રાન્સપોર્ટ કે ફૂડની સેવાનો કોઈ લાભ મળ્યો નહતો. પરંતુ સ્કૂલ દ્વારા તો તે અંગે એડવાન્સ ફી વસૂલવામાં આવી હતી અને હજુ સુધી વિદ્યાર્થીઓને તે ફી પરત આપવામાં આવી નથી.

1 વર્ષ થવા છતાં હજુ સુધી વાલીઓને ફી પરત નથી કરાઈ
1 વર્ષ થવા છતાં હજુ સુધી વાલીઓને ફી પરત નથી કરાઈ

સ્કૂલ દ્વારા માત્ર બાહેધરી અપાઈ
આ અંગે સ્કૂલના વાલીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં તેઓએ ફી પરત લેવા અતે રજૂઆત કરી છે. સ્કૂલ તરફથી ફી પરત આપવામાં આવશે તેની બાહેધરી આપવામાં આવી છે. ફી લીધી છે તો વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ફી લેવામાં આવશે તેમાં આ ફી મજરે આપવામાં આવે તેવી પણ આશા વાલીએ વ્યક્ત કરી છે. પરંતુ 1 વર્ષ સુધી સ્કૂલ તરફથી એક વિદ્યાર્થીની પાસેથી વધારાની 21,750 રૂપિયા ફી લીધા બાદ પરત કરવામાં ના આવતા અનેક સવાલ ઉભા થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો