તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્થિક સંકડામણ:ફી માટે સ્કૂલની દાદાગીરી, વિદ્યાર્થી એપ બંધ કરી દીધી

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાલી ફરિયાદ કરે તો ટેક્નિકલ પ્રોબ્લેમ હોવાનું બહાનું કાઢે છે પણ અભ્યાસ ચાલુ કરતી નથી

આર્થિક સંકડામણને કારણે ઘણાં વાલીઓ સ્કૂલની ફી ન ભરી શકતા સ્કૂલ સંચાલકોએ બાળકની ઓનલાઇન એપ્લિકેશન બંધ કરી છે. વાલીની ફરિયાદ આવે તો સ્કૂલ મેનેજમેન્ટ કહે છે કે ટેક્નિકલ પ્રોબ્લેમ છે. પરંતુ અન્ય વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસ રાબેતા મુજબ ચાલે છે.

આ પહેલા જો ઓનલાઇન ક્લાસ બંધ કરી દેવાય તો વાલી ડીઇઓ કચેરીમાં કે વાલીમંડળને ફરિયાદ કરતા. જેથી સંચાલકોએ અધિકારીઓના ડરને કારણે બાળકના ઓનલાઇન ક્લાસ શરૂ કરવા પડતા હતા. પરંતુ હવે ઓનલાઇન ક્લાસ માટેની એપ્લિકેશન શરૂ થાય છે. એપ્લિકેશનના તમામ મુદ્દા દેખાય પણ છે. પરંતુ વિદ્યાર્થીને એક્સેસ અપાતું નથી.

સ્કૂલોએ પોતાની એપ વિકસાવી
હાલમાં દરેક મોટી સ્કૂલો પાસે પોતાની એપ્લિકેશન છે. જેના દ્વારા તેઓ ઓનલાઇન ક્લાસ, વાલીનું સુચના બોર્ડ, ઓનલાઇન ફી વગેરેની સુવિધા આપે છે.

અન્ય સમાચારો પણ છે...