તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:સ્કૂલમાંથી ધો.12 સા.પ્રવાહની માર્કશીટ અપાશે, પોલીસને સ્વીટીના હાથની આંગળીનાં અસ્થિ-દાંત અને મંગળસૂત્ર મળ્યાં, હિમાચલના કિન્નોરમાં લેન્ડસ્લાઈડ થતાં 10નાં મોત

અમદાવાદ2 મહિનો પહેલા

નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 12 ઓગસ્ટ, શ્રાવણ સુદ ચોથ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજથી વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી ધોરણ-12 સામાન્ય પ્રવાહની માર્કશીટ આપવામાં આવશે.
2) કમિશનના પડતર પ્રશ્ને ગુજરાતનાં 4000 પંપ આજે પેટ્રોલ, ડીઝલની ખરીદી નહીં કરે, ગ્રાહકોને ઈંધણ મળતું રહેશે.
3) માસ પ્રમોશનથી સંતુષ્ટ ન થનારા 12 સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે
4) સેનિટાઇઝેશનની કામગીરીને પગલે આજથી 3 દિવસ ગુજરાત હાઈકોર્ટ બંધ રહેશે.
5) PM મોદી ‘આત્મનિર્ભર મહિલા શક્તિ સાથે સંવાદ’માં ભાગ લેશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) પોલીસને સ્વીટીના હાથની આંગળીઓનાં અસ્થિ, બળેલું મંગળસૂત્ર, બ્રેસ્લેટ-વીંટી, 5 દાંત મળ્યાં, અજયનો પોલિગ્રાફ ટેસ્ટ પોઝિટિવ
વડોદરા જિલ્લા SOG(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) PI અજય દેસાઈએ સ્વીટી પટેલનું મર્ડર કર્યું હોવાનો સ્વીકાર ભલે કરી લીધો હોય, આમ છતાં આ કેસનાં અનેક રહસ્યો બહાર આવવાનાં બાકી છે. સ્વીટી પટેલની લાશ અટાલીની બંધ હોટલમાં સળગાવી હોવાથી પોલીસે આ જગ્યાએ ખોદકામ કર્યું હતું. ત્યાર બાદ માટીને ચાળણી દ્વારા ચારવામાં આવી હતી. જેમાં સ્વીટીના હાથની આંગળીઓનાં અસ્થિ, બ્રેસલેટ, વીંટી અને 5 દાંત મળ્યાં છે. તેમજ FSL દ્વારા અજય દેસાઈનો કરવામાં આવેલો પોલિગ્રાફ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) વિધાનસભા બહાર આંદોલનકારી કોંગ્રેસી નેતાઓ સાથે પોલીસની ઝપાઝપી, પરેશ ધાનાણીને માથામાં વાગ્યું, 26 ધારાસભ્યોની અટકાયત
રાજ્યમાં તાઉ-તે વાવાઝોડા બાદ થયેલા નુકસાનની સહાયમાં વિસંગતતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ગાંધીનગર વિધાનસભા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષ પરેશ ધાનાણીની ઓફિસમાં બેઠક શરૂ થઈ હતી. બેઠક બાદ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રતિક ધરણા યોજ્યા હતા. જોકે કાર્યક્રમને મંજૂરી ન હોવાથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પરેશ ધાનાણીને માથામાં ઈજા થઈ હતી, જ્યારે 26 ધારાસભ્યની પોલીસે અટકાયત કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

3) 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરી વરસાદની શરૂઆત થશે, ચોમાસું દક્ષિણથી તબક્કાવાર ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે
ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ખેંચાઈ ગયો છે. વરસાદ નહીં થતાં ખેડૂતોએ બોર અને કૂવામાંથી વીજળીને આધારે પાણી કાઢીને ખેતરમાં ઊભો પાક બચાવવા સિંચાઈ કરવી પડી છે. ત્યારે હવે અંશતઃ રાહતના સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થતો રહેશે. 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદ થઈ શકે છે, જોકે હાલમાં ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી.
વાંચો સમાચાર વિગતવાર

4) રાપરના ગેડી ગામમાં સત્યના પારખા કરવા જમાઈએ સસરા સહિત 6 વ્યકિતના હાથ ઊકળતા તેલમાં નખાવ્યા
કચ્છ જિલ્લાના વાગડ પંથકમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાનો એક કિસ્સો સામે આવ્યો છે. રાપરના ગેડી ગામે અંધશ્રદ્ધાને કારણે જમાઈએ અન્ય શખસો સાથે મળી તેના સસરા અને અન્ય પાંચ લોકોના હાથ ઊકળતા તેલમાં નખાવતાં ચકચાર મચી છે. 6 લોકો દાઝી જતાં તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ફરી લેન્ડસ્લાઈડ, કાટમાળમાં ઘણી કાર અને બસો ફસાઈ, 10નાં મોત- 50થી વધુ દબાયા
હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ફરીવાર લેન્ડસ્લાઇડની ઘટના બની છે. કિન્નૌરથી હરિદ્વારવાળા નેશનલ હાઈવે-5 પર જ્યુરી રોડ પર નિગોસારી અને ચૌરાની વચ્ચે એક પહાડ પરથી મોટા પથ્થરો ધસી પડ્યા હતા, જે એક બસ અને ઘણાં વાહનો પર પડ્યા હતા. ત્યાર બાદ 10 લોકોને કાઢવામાં આવ્યા હતા, તો 10 જેટલા મૃતદેહ પણ મળ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

6) રાજ્યસભામાં પણ OBC અનામત સંશોધન બિલ પાસ, તરફેણમાં 187 વોટ પડ્યા; હવે બિલ રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે
રાજ્યોને OBCની લિસ્ટિંગ કરવાનો અધિકાર આપનાર બિલ લોકસભા બાદ બુધવારે રાજ્યસભામાંથી પણ પાસ થઈ ગયું છે. લાંબી ચર્ચા બાદ આ બિલ પર વોટિંગ કરાયું. કેટલાંક સાંસદોએ સંશોધન પણ રજૂ કર્યા પરંતુ તે તમામ રદ થઈ ગયા. વોટિંગ કરવામાં આવતા બિલના પક્ષમાં 187 વોટ પડ્યા. લોકસભામાં આ બિલ 10 ઓગસ્ટે જ પાસ થઈ ગયું હતું. હવે આ બિલને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

7) IPL ફેઝ-2માં નવા નિયમો લાગુ, સિક્સ મારવી બેટ્સમેનને મોંઘી પડશે કે બોલર્સને! બોલ જેટલી વાર સ્ટેન્ડ્સમાં જશે એટલીવાર બદલવો પડશે
BCCIએ UAEમાં આયોજિત IPL ફેઝ-2ની મેચ માટે 46 પાનાંની એક હેલ્થ એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં નવા નિયમો સહિત સિક્સ મારવા પર બોલ બદલવાનો ઉલ્લેખ કરાયો છે. એવામાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનાર IPL ફેઝ-2ની વાત કરીએ તો એમાં ક્રિસ ગેલ, એબી ડી વિલિયર્સથી લઈને રોહિત શર્મા જેવા આક્રમક બેટ્સમેન બોલને સીધો સ્ટેન્ડમાં ડિલિવર કરવાની ક્ષમતા ધરાવે છે. એવામાં ફોર્થ અમ્પાયરનું કામ જરૂર વધી જશે.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) અમદાવાદમાં મહોરમના દિવસે તાજીયાનું જુલુસ નહીં નીકળે, મહોરમ તાજીયા કમિટિ અને પોલીસ વચ્ચે બેઠકમાં લેવાયો નિર્ણય
2) વરસાદ ખેંચાતાં રાજ્યના 80 ડેમમાં માંડ 20 ટકાથી પણ ઓછું પાણી બચ્યું, 4 ડેમ તળિયાઝાટક
3) વેક્સિન મિક્સિંગ બાબતે વધુ એક સફળતા,કોવિશીલ્ડ અને કોવેકિસન વેક્સિન મિક્સિંગ મુદ્દે સ્ટડી કરવા પર DCGIએ આપી મંજૂરી
4) અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વર્ચસ્વ વધ્યું, 5 દિવસમાં 5 મોટા શહેરો પર કબજો; 3 મહિનામાં રાજધાની કાબુલ પણ મેળવી લેશે, નાણામંત્રીએ દેશ છોડ્યો
5) વિપક્ષના હોબાળાથી ભાવુક થયા વેંકૈયા, રાજ્ય સભાપતિએ કહ્યું- લોકતંત્રમાં મંદિરનું અપમાન થતાં આખી રાત ઉંઘી નથી શક્યો

આજનો ઈતિહાસ
1948માં આજના દિવસે ભારતીય હોકી ટીમે ગ્રેટ બ્રિટનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. સ્વતંત્ર ભારતનો આ પ્રથમ ઓલિમ્પિક મેડલ હતો.

અને આજનો સુવિચાર
ઘર કેવી રીતે બાંધવું એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ એમાં સુખેથી કેમ રહેવું એ ભાગ્યે જ કોઈ જાણે છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...