મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત:સ્કૂલ સંચાલકોએ ફીના સ્લેબમાં 5 હજાર રૂપિયાનો વધારો માંગ્યો, વાલી મંડળની ફી વધારો ન કરવા માગ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ફી રેગ્યુલેટરી કમિટીએ નક્કી કરેલા ફીના સ્લેબમાં સ્કૂલના સંચાલકોએ 5000 રૂપિયાનો વધારો માંગ્યો છે. ત્યારે સંચાલકોની સામે વાલી મંડળે ફીના સ્લેબમાં વધારો ન કરવા માંગણી કરી છે. વાલી મંડળનું કહેવું છે કે, ફીના મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં પીટીશન ચાલી રહી છે, જેનો હજુ સુધી ચુકાદો આવ્યો નથી. જેથી કોઈ નિર્ણય લેવામાં ના આવે.

મોંઘવારી ફી ન વધારવા માટેનું મુખ્ય કારણ
વર્ષ 2017માં ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી હતી. ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ખાનગી સ્કૂલોની ફી માટેનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો. એટલે 15000, 25,000 અને 30,000 રૂપિયા સુધીનો સ્લેબ નક્કી કરાયો હતો. પાંચ વર્ષથી એક જ સરખો સ્લેબ હોવાથી રાજ્યના શાળા સંચાલકોએ સરકાર પાસે ફીના સ્લેબમાં 5000 રૂપિયાનો વધારો કરવા માંગણી કરી હતી. મોંઘવારી ફીના વધારવા માટેનું મુખ્ય કારણ પણ બતાવવામાં આવ્યું હતું.

ગુજરાત વાલી મંડળની શિક્ષણમંત્રીને રજૂઆત
જોકે સંચાલકોએ ફીમાં વધારો માંગતા ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા પણ સરકાર પાસે ફી ન વધારવા માંગણી કરવામાં આવી છે. ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, શાળા સંચાલક મંડળ દ્વારા ફી મામલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. આ પિટિશનનો નિર્ણય હજુ સુધી આવ્યો નથી, જેથી ફીમાં વધારો ન આપવો જોઈએ. સ્કૂલોએ છેલ્લા 5 વર્ષમાં સ્લેબ કરતા ફીમાં વધારો કર્યો જ છે. 2017થી FRCમાં જે ફી મંજુર કરવામાં આવી છે તે ગેરવ્યાજબી છે. ખોટા હિસાબો રજૂ કરીને કરેલી છે તો તે મામલે કમિટી રચીને તપાસ કરવી જોઈએ.

સ્કૂલોએ 2017થી અત્યાર સુધી ફીમાં વધારો કર્યો: નરેશ શાહ
આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષમાં કોરોનાના કારણે અને વાલીની સ્થિતિ નબળી થઈ છે. બાળકોને આર્થિક નુકસાન અને ગેરલાભ પણ થયો છે તો ફી વધારાની જગ્યાએ બાળકોને 5,000નો ઘટાડો સ્કૂલોએ આપવો જોઈએ. ફીનો સ્લેબ વધ્યો કે ના વધ્યો, પરંતુ સ્કૂલોએ 2017થી અત્યાર સુધી ફીમા વધારો કર્યો છે. હવે સ્લેબ વધશે તો તેનો બોજ તમામ વાલીને પડશે જેથી સ્લેબ ન વધારવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...