તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Saturday Sunday Market Will Be Throbbing Again From Today After The Shops Are Closed; A Curfew like Atmosphere Was Created While The Roads Were Smooth

સ્વૈચ્છિક લોકડાઉન પૂરું:શનિ-રવિવારે માર્કેટ, દુકાનો બંધ રહ્યા બાદ આજથી ફરી ધમધમશે; રસ્તા સૂમસામ રહેતા કર્ફ્યૂ જેવો માહોલ સર્જાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હેલ્મેટ સર્કલ પાસે ગુરુકુલ વિસ્તારમાં દુકાનદારોએ રવિવારે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. - Divya Bhaskar
હેલ્મેટ સર્કલ પાસે ગુરુકુલ વિસ્તારમાં દુકાનદારોએ રવિવારે સ્વયંભૂ બંધ પાળ્યો હતો.
  • હેલ્મેટ સર્કલ વિસ્તારમાં દુકાનદારોએ બંધ પાળ્યો

કોરોનાની મહામારીના બીજા તબક્કામાં રોજબરોજ કેસો અને મૃતકોની સંખ્યામાં થઈ રહેલા વધારાની જનજીવન પર ઘેરી અસર પડી છે. કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ રૂપે વિવિધ વેપારી મંડળો દ્વારા શનિ-રવિવારે બજારો સ્વૈચ્છિક બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી, જેને પગલે ઘણા વિસ્તારોમાં રવિવારે મોટા ભાગની દુકાનો બંધ રહી હતી.

બીજી તરફ લોકોએ પણ રોડ પર કામ સિવાય નીકળવાનું ટાળ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો કે જે રવિવારની રજાના દિવસે ટ્રાફિક અને લોકોની ચહેલપહેલથી ધમધમતા હોય છે, ત્યાં પણ કર્ફ્યૂ કરફ્યૂ લાગી ગયો હોય તેવી સ્થિતિ જણાઈ હતી. બીજી તરફ સોમવારથી ટુ-વ્હીલર શોરૂમ, કાપડ બજાર, ઓટો મોબાઇલ માર્કેટ, જમાલપુર શાક માર્કેટ શનિ અને રવિવારે બંધ રહ્યા બાદ સોમવારથી ફરી ધમધમશે. જ્યારે સોનાચાંદીની દુકાનો, શોરૂમ હજુ 30 એપ્રિલ સુધી બંધ રહેશે. ઓટો પાર્ટ્સની દુકાનો શરૂ થશે, પણ સાંજે પાંચ વાગ્યા પછી બંધ રહેશે. આ સિવાય અનાજ બજાર, કાલુપુરના માર્કેટ પણ સોમવારથી ખૂલશે.

અન્ય સમાચારો પણ છે...