તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીમંડળને સંક્રમણ ફેલાવવાનો ડર:વર્ગમાં 75 વિદ્યાર્થીના નિયમથી 1 વિદ્યાર્થી માટે 8 ફૂટની જગ્યાની શરતનો ભંગ થશે

અમદાવાદ18 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 60ની કેપેસિટી ધરાવતા ક્લાસમાં 75ને બેસાડવાથી સંક્રમણની ભીતિ : સંચાલક મંડળ

ધોરણ 9થી 12માં વર્ગખંડમાં 60ના સ્થાને 75 વિદ્યાર્થીઓ બેસાડવાના નિયમને કારણે એક વિદ્યાર્થી માટે 8 ફૂટ જગ્યા રાખવાના નિયમનો ભંગ થતો હોવાની બાબત સંચાલક મંડળે ઉઠાવી છે. ઉપરાંત સરકાર જ્યારે બે વ્યક્તિ વચ્ચે ‘દો ગજ કી દૂરી’ની વાત કરી રહી છે ત્યારે 60ની કેપેસિટી ધરાવતા ક્લાસરૂમમાં 75થી વધુ વિદ્યાર્થીઓ બેસાડવાના નિયમથી વિદ્યાર્થીઓમાં આરોગ્યને લગતી સમસ્યા ઊભી થવાની ભીતિ સંચાલક મંડળે વ્યક્ત કરી છે. જોકે બોર્ડે સ્પષ્ટતા કરી છે કે જ્યારે વિદ્યાર્થીઓની ફુલ કેપેસિટી સાથે સ્કૂલો શરૂ કરાશે ત્યારે કોવિડ ગાઇડલાઇન ધ્યાનમાં રાખી ઓડ ઇવન પદ્ધતિ લાગુ કરાશે.

ધોરણ 10માં માસ પ્રમોશનને કારણે ધો.11માં પ્રવેશ ક્ષમતા કરતાં ત્રણ લાખ જેટલા વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સ્થિતિમાં તમામને આગળના અભ્યાસ માટે સમાવી લેવામાં આવે તે માટે હાલના ક્લાસરૂમોમાં સમાવેશ કરાતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 60થી વધારીને 75 કરાઈ છે, પરંતુ સંચાલકોના મતે બદલાયેલા નિયમની અસર મોટા પ્રમાણમાં થશે નહીં, કારણ કે સ્કૂલો પોતાની કેપેસિટી કરતાં વધુ વિદ્યાર્થીને બેસાડશે તો વાલીઓની ફરિયાદ આવશે.

ઉપરાંત બોર્ડનો નિયમ છે કે, સ્કૂલની મંજૂરી મેળવતી વખતે એક વિદ્યાર્થી માટે ક્લાસરૂમમાં 8 ફૂટની જગ્યા હોવી જોઈએ, તેથી ક્લાસરૂમમાં 75 વિદ્યાર્થી બેસાડવાના નિયમથી બોર્ડના નિયમનો જ ભંગ થશે. માસ પ્રમોશનના કારણે કોઈ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે તે માટે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ફુલ કેપેસિટી થશે ત્યારે ઓડ ઇવન પદ્ધતિ
શિક્ષણ બોર્ડના સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું કે, બોર્ડનો એક વિદ્યાર્થી માટે 8 ફૂટનો નિયમ કુલ કાર્પેટ એરિયા પ્રમાણે છે. જ્યારે સ્કૂલને ફુલ કેપેસિટી સાથે શરૂ કરાશે ત્યારે ઓડ ઇવન પદ્ધતિ લાગુ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી આવશે નહીં.

નવા નિયમથી સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જળવાય, નિયમમાં ફેરફાર કરવો જરૂરી
નવા નિયમ પ્રમાણે એક ક્લાસરૂમમાં 75 વિદ્યાર્થીઓને બેસાડવાના નિયમથી બોર્ડના એક વિદ્યાર્થી માટે 8 ફૂટ જગ્યા રાખવાના નિયમનો ભંગ થશે. ઉપરાંત વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાશે નહિ. બોર્ડે પોતાના નિયમમાં ફેરફાર કરવો જોઈએ. માત્ર વિદ્યાર્થીઓને બેસાડવાની જ સમસ્યા નહીં, પરંતુ બેગ, વોટર બોટલ વગેરે મૂકવાની પણ સમસ્યા થશે. - ભાસ્કર પટેલ, પ્રમુખ, રાજ્ય શાળા સંચાલક મહામંડળ

અન્ય સમાચારો પણ છે...