હાલાકી:RTO અને કંપનીની લડાઈમાં દિવ્યાંગોની RC બુક અટવાઈ

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસમાં નિકાલ નહીં આવે તો દેખાવની ચીમકી

રાજ્યની વિવિધ આરટીઓ અને કંપનીની લડાઇમાં 1 હજાર દિવ્યાંગોની આરસી બુક અટવાઇ છે. નવા વાહનની આરસી બુકમાં ભૂલથી એક વર્ષની વેલિડિટી લખાઇ છે.

આ ભૂલ આરસી બુક કંપનીએ કરી હોવાનો દિવ્યાંગ એસોસિએશને આક્ષેપ કરતાં કહ્યું કે, ભવિષ્યમાં કોઇ દિવ્યાંગના વાહનને અકસ્માત થાય તો તેને વીમાની રકમ મળવાપાત્ર નથી, જેથી આરટીઓ અને કંપનીને આરસી બુક બદલી આપવા ફરજ પાડે. આરસી બુક બદલી આપવા કોર્ટ અને કેન્દ્રીય મંત્રીએ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ, ચીફ સેક્રેટરીની સૂચનાનું પાલન પણ થતું નથી. પ્રશ્નનો નિકાલ નહીં આવે તો આગામી 15 દિવસમાં ગાંધીનગર ખાતે 250 જેટલા દિવ્યાંગોએ દેખાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અખિલ હિન્દુસ્તાની વિકલાંગ સંગઠનના સમીર કક્કડે કહ્યું કે, અમદાવાદ આરટીઓ અધિકારીઓ જવાબ આપતા નથી. નવી આરસી બુક માટે રૂ.700નો ખર્ચ કરવો પડે. કંપની ભૂલ સ્વીકારી પોતાના ખર્ચે આરસી બુક કાઢી આપતી નથી.

અન્ય સમાચારો પણ છે...