તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટો નિર્ણય:ગુજરાતમાં હવે RT-PCR ટેસ્ટના 2000ના બદલે 800 રૂપિયા થશે, ઘરે આવીને કરશે તો 1100 આપવા પડશે

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકાર તરફથી 82 વેન્ટિલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે
  • 350 કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે: નીતિન પટેલ

રાજસ્થાન અને દિલ્હી સરકારે ખાનગી લેબોરેટરીમાં કોરોનાના RTPCR ટેસ્ટના દરોમાં ઘટાડો કર્યા બાદ ગુજરાત સરકારે પણ રાજ્યમાં આ ટેસ્ટના દરોમાં ઘટાડાની જાહેરાત કરી છે. ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટ હવે 800 રૂપિયામાં કરાશે. અત્યારસુધી આ ટેસ્ટના 1500રૂ. હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કોરોના દર્દીઓ માટે ખાનગી લેબોરેટરીમાં થતા ટેસ્ટ માટે જે તે સમયે જે દર નક્કી કરાયા હતા, તેમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર ગ્રૂપની બેઠકમાં લેવાયો છે, જેનો અમલ આજથી જ શરૂ થઇ ગયો છે. રાજ્યમાં અગાઉ ટેસ્ટ માટેની કિટ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ હતી. ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરવાના દરમાં 700 રૂપિયાનો ઘટાડો કરાયો છે. જ્યારે લેબ. ટેકનિશિયન લોકોના ઘરે જઇને કે અન્ય હોસ્પિટલમાં જઇને સેમ્પલ લઇને ટેસ્ટ કરે તેનો દર 2000 રૂ. હતો, તેમાં 900નો ઘટાડો કરીને 1100 રૂ. કરાયો છે.

આ સાથે નીતિન પટેલે જણાવ્યું હતું કે 6 દિવસમાં કોરોનાના દર્દીઓને સારવારને લગતી પૂરતી વ્યવસ્થા હોસ્પિટલોમાં કરાઈ છે. જ્યારે આજે અમદાવાદને 400 નવાં બેડની સુવિધા મળી છે. હાલમાં દર્દીઓને વેન્ટિલેટરની જરૂરિયાત વધારે પડી રહી છે, જેને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકાર તરફથી 82 વેન્ટિલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ગત અઠવાડિયે દર્દીઓને ક્યાં દાખલ કરવા એ એક મોટી સમસ્યા હતી, જેને ધ્યાનમાં લેતાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે તેમજ જરૂરિયાત પડવા પર 350 કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે.

દર્દીઓ માટે 20 હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક કાર્યરત
સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં 13 હજાર લિટરની ઓક્સિજન ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક દર્દીઓની સેવામાં ઉપલબ્ધ છે. આજથી મંજુશ્રી કંપાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલ કે જે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કાર્યરત થશે, તેમાં પણ 20 હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક કાર્યરત છે તેમજ અન્ય 20 હજાર લિટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારના સહયોગથી ખૂબ જ ટૂંક સમયમાં ઓક્સિજન ટેન્કની જરૂરિયાત સંતોષવામાં આવી છે.

એન્ટિજન ટેસ્ટિંગ શું છે?
એન્ટિજન ટેસ્ટને રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પણ કહેવાય છે. એન્ટિજન ટેસ્ટ પ્રોસેસ દરમિયાન દર્દીની લાળને નમૂના તરીકે લેવામાં આવે છે. આ અંતર્ગત વ્યક્તિના શરીરમાં વાઇરસ છે કે નહીં એ ફ્લોરોસન્સ ઇમ્યુનોએસે મેથડ દ્વારા શોધવામાં આવે છે. મોટી સંખ્યામાં ફિઝિશિયન્સ એન્ટિજન ટેસ્ટને ટેકો આપી રહ્યા છે. સતત વધી રહેલી RATની સંખ્યાએ ભારત સરકારનું ટેસ્ટિંગ વધારવા, શરૂઆતમાં ચેપ શોધી કાઢવા, ચેપગ્રસ્તોનું મેનેજમેન્ટ અને કોન્ટેક્ટ્સના આઇસોલેશનમાં ઘણી મદદ કરી છે.

જો એન્ટિજન ટેસ્ટ નેગેટિવ હોય તો PCR ટેસ્ટ થવો જોઈએઃ ICMR
ICMRએ 23 જૂનના રોજ કોવિડ-19ની નવી ગાઇડલાઇન્સ બહાર પાડી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે એક એન્ટિજન ટેસ્ટમાં પોઝિટવ આવેલી વ્યક્તિને ખરેખર ચેપગ્રસ્ત માનવી જોઈએ, પરંતુ કોઈ વ્યક્તિમાં જો લક્ષણો દેખાઈ રહ્યાં હોય અને રિઝલ્ટ નેગેટિવ હોય તો તેનો PCR ટેસ્ટ કન્ફર્મ કરવો જોઈએ.

RT-PCRએ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે
ICMRના જણાવ્યાનુસાર, સંપૂર્ણ પબ્લિક હેલ્થ મશીનરી કોવિડ-19 દર્દીઓનો ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ કરવામાં લાગેલી છે. આવી સ્થિતિમાં SARS-COV-2 પ્રારંભિક સમયમાં જાણવા માટે એન્ટિજન આધારિત એસેજને પોઇન્ટ ઓફ કેર ટેસ્ટ તરીકે ટેસ્ટ કરવો બહુ જરૂરી છે. ICMRના જણાવ્યાનુસાર, SARS-COV-2 શોધવા માટે રિયલ ટાઇમ રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્શન પોલિમરેજ ચેન રિએક્શન (RT-PCR) ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે.

ટેસ્ટ કોના માટે અને ક્યારે જરૂરી છે?
* પીસીઆર ટેસ્ટની મદદથી ખબર પડે છે કે દર્દી કે તેના સંપર્કમાં આવેલા લોકો સંક્રમિત છે કે નહિ. તેમને કયા પ્રકારના ક્વોરન્ટીનમાં રાખવામાં આવે. શું વ્યક્તિને બે અઠવાડિયાં સુધી ઘરમાં રહેવાની જરૂર છે? શું આ દરમિયાન તે ઘરની અન્ય વ્યક્તિને મળી શકે છે કે પૂરી રીતે આઈસોલેટ રહેવાનું છે?

* ELISAs ટેસ્ટ એપેડેમિયોલોજિસ્ટ માટે જરૂરી છે. આની મદદથી તેઓ અંદાજો લગાવે છે કે કેટલા એવા લોકો છે જે સંક્રમિત થઇ ગયા છે, પરંતુ તેની ખબર નથી અને કેટલી હર્ડ ઈમ્યુનિટી મળી શકે છે. કોવિડ-19થી સંક્રમિત અથવા જે લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે તે બધાની ઈમ્યુનિટી ચેક કરવાનો અંદાજો પણ આ ટેસ્ટથી લગાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...