અપક્ષો કોનો ખેલ બગાડશે:વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની દરિયાપુર બેઠક પર અપક્ષનો રોલ મહત્વનો સાબિત થયો છે

અમદાવાદ7 દિવસ પહેલા
કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દિન શેખ ( ફાઈલ ફોટો)

વિધાનસભાની ચૂંટણીમાં અનેક વખત અપક્ષોનો દબદબો રહ્યો છે. એવી અનેક સીટો છે જેમાં અપક્ષોના કારણે અણધાર્યા ઉમેદવાર વિજેતા બન્યાં છે. ત્યારે અમદાવાદની શાહપુર-દરિયાપુર બેઠક પર પણ અપક્ષોએ ઘણી વખત બાજી ફેરવી નાંખી છે. એક સમયે શહીબાગ વિધાનસભા બેઠક હતી ત્યારે તે ભાજપનો ગઢ ગણાતી હતી પરંતુ 2010માં થયેલા નવા સીમાંકન બાદ આ બેઠક પર કોંગ્રેસનો વિજય થતો રહ્યો છે. 2007થી 2017 સુધી કોંગ્રેસના ગ્યાસુદ્દિન શેખ દરિયાપુર બેઠક પર જીતતા આવ્યાં છે. તેમની સામે ભાજપના ભરત બારોટનો પરાજય થયો હતો.

દરિયાપુરમાં ગ્યાસુદ્દિન નજીવા વોટથી વિજેતા બન્યાં છે
દરિયાપુર બેઠક પરથી કોંગ્રેસના ગ્યાસુદ્દિન શેખ અપક્ષોને કારણે નજીવા વોટથી વિજેતા બનતા રહ્યાં છે. એવું નિષ્ણાંતોનું માનવું છે. ભાજપના ભરત બારોટ અને કૌશિક પટેલ જેવા પૂર્વ મંત્રીઓ પણ આ બેઠક પરથી પરાજયનો સામનો કરી ચૂક્યાં છે. તે ઉપરાંત 2022ની આ ચૂંટણીમાં AMCમાંથી હારેલા કૌશિક જૈનને ભાજપે ટીકિટ આપીને ઉમેદવાર બનાવ્યાં છે.

AIMIM આ વખતે કોંગ્રેસને નડી શકે છે
નિષ્ણાંતોનું માનવું છે કે ઓછા મતદારો હોવાથી મોટાભાગના મત અપક્ષમાં જતા હોય છે અને વોટિંગ તૂટતાં જ ઓછી લીડથી ઉમેદવારને જીત મળતી હોય છે. પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસના ગ્યાસુદ્દિન શેખની ચિંતામાં વધારો થયો હોય તેમ લાગે છે. અસદુદ્દિન ઓવૈસીની AIMIMના હસનલાલ મુસ્લિમ છે અને સ્થાનિક ઉમેદવાર હોવાથી મુસ્લિમ વોટ વિભાજીત થવાની શક્યતાઓ પ્રબળ છે. અગાઉ પણ કોંગ્રેસના ગ્યાસુદ્દિન શેખ સામે અપક્ષ ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હોવા છતાં પણ તેઓ ત્રણ વખત વિજેતા બન્યાં છે.

દરિયાપુર બેઠક પર 2017માં 12 અપક્ષ ઉમેદવાર હતાં
દરિયાપુર બેઠક પર 2017માં 12 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યાં હતાં. જ્યારે આ વખતે અપક્ષ સહિત અલગ અલગ પાર્ટીના 18 ઉમેદવારો છે. જે દરેક ચૂંટણીની માફક આ વખતે પણ મત તોડવાની મહત્વની ભૂમિકા ભજવી શકે છે.આ બેઠક પર ત્રિપાંખીયો જંગ તો ખેલાશે જ પરંતુ અપક્ષ ઉમેદવારો પણ મત તોડવાનું કામ કરશે. આ બેઠક પર પહેલાં કોમી તોફાનો થતાં હોવાથી સ્થાનિક લોકો પૂર્વ કે પશ્ચિમ અમદાવાદમાં રહેવા જતાં રહ્યાં છે. જેને લઈને આ બેઠક પર વોટિંગ રેશિયો પણ ડાઉન થઈ ગયો છે. જેથી દરેક મત આ બેઠક પર મહત્વનો ભાગ ભજવી જાય છે.

ખૂબજ ઓછા માર્જિનથી વિજેતા બન્યાં છે ગ્યાસુદ્દિન શેખ
આ બેઠક પર 2007માં ભાજપના ઉમેદવાર માત્ર 928 મતથી વિજેતા બન્યા હતાં. તે જ રીતે 2012માં થોડોક વોટ શેર વધવાથી કોંગ્રેસના ઉમેદવાર 2600 મતથી વિજેતા બન્યાં હતાં. જ્યારે 2017માં 6600 મતો વધુ મળતાં જ કોંગ્રેસનો વિજય થયો હતો. પરંતુ 2022માં ગ્યાસુદ્દિન શેખે 20 હજારથી વધુ મતોથી વિજેતા બનવાનો દાવો કર્યો છે. આ બેઠક પર કુલ 210121 મતદારો છે. જેમાં 107775 પુરૂષ અને 102334 મહિલા મતદારો છે.

2002ની ચૂંટણીમાં મળેલા મત

ઉમેદવારપક્ષમત
ભરત બારોટભાજપ43658
નિશા રાજપૂતકોંગ્રેસ21842
કે જી પટેલNCP1407
ધીરુભાઈ સોલંકીઅપક્ષ947
શર્મા સત્યનારાયણઅપક્ષ549
અગ્રવાલ કેશરીમલઅપક્ષ365
ગેહલોત જીતેન્દ્રJDU345
ઠાકોર રમેશ ચંદ્રસિંહઅપક્ષ293
દરજી મદનલાલSP113
કોરી રામસદલાલઅપક્ષ86

2007ની ચૂંટણીમાં મળેલા મત

ઉમેદવારપક્ષમત
ભારત બારોટભાજપ36752
સુરેન્દ્રસિંહ રાજપૂતકૉંગ્રેસ14351
મુકેશ ગુર્જરLJP8189
પટેલ કાનજી ભાઈઅપક્ષ7247
સોલંકી રમેશ ભાઈઅપક્ષ1305
વણઝારા વરુણભાઈBSP623
જૈન અશોકકુમારBJSH545
રબારી તેજાભાઈઅપક્ષ259
ભરવાડ ભુપેન્દ્રભાઈઅપક્ષ208
ચાવડા જ્યંતીભાઈઅપક્ષ190
સોલંકી કિશોરભાઈઅપક્ષ173
પરમાર રમણભાઈSP165

​​​​2012ની ચૂંટણીમાં મળેલા મત

ઉમેદવારપક્ષમત
ગ્યાસુદ્દીન શેખકોંગ્રેસ60967
અલી ક્યુમઅપક્ષ116
બાગબાંન ગુલામ રસુલઅપક્ષ108
ભરત બારોટભાજપ58346
ભાવસાર રાજેશ્રી બહેનઅપક્ષ245
આકાશભાઈDBSP521
ધીરુ સોલંકીઅપક્ષ106
ગાંધી નરેશભાઈઅપક્ષ89
હુસેન અંસારીઅપક્ષ248
જુલાયા અબ્દુલBSP763
ખલીફા સમસુદ્દીનઅપક્ષ85
મિયાના ઉમરભાઈઅપક્ષ137
શેખ ગુલામ રસુલઅપક્ષ238
શેખ મહોમ્મદ ફારૂખઅપક્ષ693
શ્રીમાળી રમેશભાઈઅપક્ષ1111
સોલંકી સુરેશભાઈઅપક્ષ185

​​​​​2017ની ચૂંટણીમાં મળેલા મત

ઉમેદવારપક્ષમત
ગ્યાસુદીન શેખકોંગ્રેસ63712
ભરત બારોટભાજપ57525
પટેલ કુંજલભાઈશિવસેના1393
મોમીન રાજુભાઇઅપક્ષ1275
દાંતણીયા અલ્પેશભાઈઅપક્ષ876
સૈયદ અલીમહોમદઅપક્ષ389
મેમણ ઇમરાનAINCP157
શ્રીમાળી રમેશઅપક્ષ151
શેખ સઇદાબાનુંઅપક્ષ142
સમસૂદ્દીનઅપક્ષ109
શેખ ફારૂખJDU82
અન્ય સમાચારો પણ છે...