અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજરોજને 26 અને 28 મેના રોજ IPLની સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચ યોજાવાની છે. આ મેચને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ન થાય એ માટે ટ્રાફિક- પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં આજે અને 28 મેના રોજ બપોરના 2થી રાતના 2 વાગ્યા સુધી જનપથથી મોટેરા સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે. આ રસ્તા પરથી લોકો ચાલીને જ જઈ શકશે. આ જાહેરનામું તારીખ 26, 27, 28, 29 સુધી અમુક કલાકો માટે અમલમાં રહેશે.
જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહનો માટે સંપૂર્ણ બંધ
આજે IPLની સેમી-ફાઇનલ મેચ યોજાવાની છે, જ્યારે 28 મેએ ફાઇનલ મેચ યોજાશે. આ બંને મેચમાં લોકોનો ખૂબ ધસારો પણ રહેશે. જેથી લોકોને મુશ્કેલી ન પડે એ માટે ટ્રાફિક-પોલીસ દ્વારા શહેરના કેટલાક માર્ગ બંધ કરી વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 26 અને 28 મેના રોજ બપોરના 2 વાગ્યાથી રાત્રિના 2 વાગ્યા સુધી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ રહેશે. તો આ સાથે જ લોકો માત્ર ચાલતા જ આ રસ્તેથી જઇ શકશે. વૈકલ્પિક માર્ગમાં જનપથથી વિસત થઈ ONGC સર્કલ તરફ જઈ શકાશે. આ સાથે જ જો અંદરના રસ્તેથી અવરજવર કરવી હોય તો કૃપા રેસિડન્સી થઈને માર્ચ કોટેસ્વરના માર્ગ પરથી અવરજવર કરી શકાશે.
BRTS અને AMTSની સેવામાં વધારો કરાયો
આ ઉપરાંત આ બે દિવસ પાર્કિંગની સમસ્યા ના રહે એ માટે શો માય પાર્કિંગ એપ્લિકેશન પર પણ અગાઉથી પાર્કિંગ બુક કરી શકાશે. એના માટે 17 જેટલા પાર્કિંગ પ્લોટ બુક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મેટ્રો, BRTS અને AMTSની સેવા પણ વધારવામાં આવી છે, જેમાં 15-15 મિનિટે લોકોને રાત્રે 2 વાગ્યા સુધી તમામ સેવા મળી રહેશે. આ સાથે જ પોલીસ દ્વારા લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત આડેધડ વાહન પાર્ક કરનારા ચાલકોના વાહન પણ ટોઇંગ કરવામાં આવશે.
આ પણ વાંચો...ક્રિકેટરસિયાઓ પરસેવે રેબઝેબ થવા તૈયાર રહેજો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.